મલેશિયા માસ્ટર્સઃ સાયના નેહવાલની હાર સાથે  ભારતીય પડકારનો અંત

681

વર્ષની પહેલી મહત્વની બેડમિંટન ટુર્નામેન્ટમાં સેમિફાઇનલમાં સાયના નેહવાલની હાર સાથે ભારતીય પડકાર સમાપ્ત થયો છે. સાયના નેહવાલને સેમિફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન કેરોલિના મારિને ૨૧-૧૬, ૨૧-૧૩થી માત આપીને ટુર્નામેન્ટથી બહાર કરી છે. ૪૦ મિનિટ સુધી ચાલેલી આ મેચમાં મારિન સંપૂર્ણ રીતે હાવી જોવા મળી હતી અને ક્યાંય પણ સાયનાને કમબેક કરવાની તક આપી નહતી. પ્રથમ મેચમાં સાયનાએ પોઇન્ટ મેળવી શરૂઆત કરી અને મારિનને સંપૂર્ણ રીતે ખુલવા માટે તક ન આપવાની કોશિશ કરી. મારિને પછી તેના ઝડપી રફ્તારના અંદાજમાં રમવાનું શરૂ કર્યું અને ૯ -૯થી સ્કોર બરાબર કર્યો. જો કે ત્યારબાદ મારિને પહેલા બ્રેક સુધી સાયનાને બીજો કોઇ અંક ન આપ્યો અને સ્કોર ૧૧-૯ કરી દીધો. બ્રેક પછી સાયનાએ કમબેકનો પ્રયાસ કર્યો અને કેટલાક સારા સ્મેશ સાથે સ્કોર ૧૪-૧૩ કર્યો. સાયના તેના પછી મારિનના ડ્રોપ શૉટ્‌સથી પરેશાન રહી હતી અને મારિને આ નબળાઈનો લાભ ઉઠાવ્યો અને પ્રથમ મેચ ૨૧-૧૬થી પોતાના નામે કરી.

Previous articleરણજી ટ્રોફીઃ સૌરાષ્ટ્રની ટીમે રચ્યો ઈતિહાસ, સેમીફાઇનલમાં પહોંચ્યું
Next articleસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસીઓનો પથ્થરમારો