સાળંગપુર હનુમાનજી મંદિરે ર૭મીએ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવનું આયોજન

0
683

સમગ્ર વિશ્વ માં પ્રસિધ્ધ બોટાદ જીલ્લાના સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના મંદીરે ૨૭ જાન્યુઆરીએ બપોરના ૩ઃ૩૦ ક્લાકે તૃતીય સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે જેમાં ૧૦૮ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે આ સમૂહ લગ્ન માં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો,પરમ પુજ્ય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રકાસદાસજી મહારાજ,ગુરૂવર્ય વિષ્ણુપ્રકાસદાસજી સ્વામી (અથાણાવાળા) અને હરિપ્રકાશદાસ સ્વામી(અથાણાવાળા) દ્વારા આ સમૂહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં  ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સૌરભભાઈ પટેલ-ઉર્જામંત્રી, કુંવરજીભાઈ બાવળીયા-પાણીપુરવઠા મંત્રી, રમણલાલવોરા-પુર્વ અધ્યક્ષ વિધાનસભા, રાજેશભાઈ ગોહિલ-ધારાસભ્ય ધંધુકા, લાખાભાઈ સાગઠીયા-ધારાસભ્ય રાજકોટ,બાબુભાઈ જેબલીયા-પ્રમુખ કીશાન મોરચો ગુજરાત,સુરેશભાઈ ગોધાણી-પ્રમુખ બોટાદ જીલ્લા ભાજય, ચેતનભાઈ રામાણી-ભાજપ અગ્રણી રાજકોટ, રણછોડભાઈ ભરવાડ-મહામંત્રી ગુજરાત (એ.એચ.પી.), પ્રવિણસિંહ મોરી,રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સહીત અનેક સંતો મહંતો ની ઉપસ્થિતી માં અને કષ્ટભંજનદેવ હનુમાનજીની નિશ્રામાં અને ગોપાળાનંદ સ્વામીની સંકલ્પસિધ્ધ પવિત્ર તીર્થભુમિ સાળંગપુર ખાતે આ સમૂહ લગ્ન યોજાશે

આ સમૂહ લગ્નની તૈયારી અંગે સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરના કોઠારી  વિવેકસાગરદાસજી સ્વામી સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે આગામી ૨૭ જાન્યુઆરી ના રોજ સાળંગપુર ખાતે તૃતીય સર્વજ્ઞાતિના ૧૦૮ દિકરીના સમૂહ લગ્ન યોજાવાના છે તેની તમામ તૈયારી પુર્ણ કરી દેવામાં આવી છે આ પવિત્ર તીર્થભુમિ સાળંગપુર ખાતે તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાવાનો છે જેમા દાતાઓ દ્વારા કન્યાઓને કન્યાદાન અને કરીયાવર માં મંગળસુત્ર,ડબલ બેડ,પાનેતર,કબાટ,સાડીઓ, ગાદલા, રજાઈ, ઓશીકા,બ્લેન્કેટ, મિક્ષ્ચર, સીલિંગ ફેન, સ્ટવ,ભગવાનની મુર્તિ,ખુરશી, સોનાની નથડી,થાળી, વાટકી, ગ્લાસ, ડ્રેસ, ટીપાઈ, ડ્રાઈફુટ કટર, કુકર,વાસણનો ઘોડો,બેડુ, જગ, પવાલુ, દિવાલ ઘડીયાળ,ગોળી, તપેલી, ટીફીન, બેડશીટ નો ચાદર સેટ, ડોલ, સ્ટીલના ડબ્બા, બરણી, છબડા, મસાલીયુ, મોળીયુ, રમણદિવો, વચનામૃત, શિક્ષાપત્રી, ગીતાજી, કથરોટ, આરતી, વોટરજગ, ડીશો, ચાંદી ની ગાય,કીચન સેટ સહીત અનેક વસ્તુઓ ૧૦૮ કન્યાઓને કરીયાવર માં આપવામાં આવશે સમગ્ર ગુજરાતના અનેક સંતો મહંતો પધારવાના છે સાથે આ સમૂહ લગ્નમાં દેશ-વિદેશથી હજારો ની સંખ્યામાં લોકો હાજર રહેવાના છે અને સમગ્ર સમૂહ લગ્નનુ લાઈવ પ્રસારણ ૨૭ જાન્યુઆરી બપોરના ૩ઃ૩૦ ક્લાકથી સદ્દવિદ્યા ચેનલ ઉપર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here