મંદિરના ઓટલા પર ખુલ્લામાં ચાલતી ખેરા ગામની સરકારી પ્રાથમિક શાળા

1319

અમરેલ જિલ્લાના અતિ વિકસિત એવા રાજુલા તાલુકાના ખેરા ગામના બાળકો ભણવા માટે એક બે કિ.મી. દુર ચેક દરિયા કિનારે જંગલમાં આવેલ સિકોતેર માતાના મંદિરમાં આવે છે. અહીં આઠ મહિના પહેલા શાળાનું બીલ્ડીંગ અતિ જર્જરિત હતું જ ેથી તેને પાડી દેવામાં આવ્યું અને નવી મંજુરી મળ્યે અને નવું બિલ્ડીંગ ન થાય ત્યાં સુધી અહીંના ખેરાના ગામના એકથી પાંચ અને પાંચથી આઠના બાળકો જે રપ૦ જેટલા વિદ્યાર્થીઓનું ભાવી હાલ ડામાં ડોળ છે અને આ તમામ બાળકો મંદિરમાં ભગવાનના ભરોસે છે અને અહીં મંદિરમાં બેસી અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ ખેરાના જંગલ વિસ્તારમાં આવેલ મંદિર પરિસરમાં બે કિ.મી. ચાલીને પહોંચી શકાય છે ત્યારે અહીં મંદિરમાં પ્રવેશતા જ અહીં બાળકો વેર વિખેર હતા ને શાળાના સરકારી શિક્ષકો લાકડાના પાટિયા પર નીચે બેસી આરામ ફરમાવતા બાળકોને શિક્ષણનું જ્ઞાન આપી રહ્યા હતાં. અહીં શાળાનું બિલ્ડીંગ નથી અને બાળકો અહી મંદિર પરિસરમાં બેસે છે તે અંગે અમરેલી જિલ્લા ડીઓને પુછતા સી.એમ જાદવે જણાવ્યું હતું કે અમારી પ્રપોઝલ મુકાઈ ગયેલ છે અને શાળાનું બિલ્ડીંગ ટુંક સમયમાં બનવાનું ચાલુ થશે અહીંથી ફરી બાળકોને શાળામાં સિફટ કરી આપવામાં આવશેનું જણાવ્યું છે.  ત્યારે હવે સરકારી તંત્ર અને સરપંચ સહિતના અગ્રણીઓ બિલ્ડીંગ બનવાનો સુર આલાપી રહ્યા છે. પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે અહીં ગામથી દુર જંગલમાં દરિયા પાસે બાળકો મંદિર પરિસરમાં બેસીર પ૦ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને તે પણ કોઈ સગવડતા વિના આ અંગે સ્થાનિક રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા જિલ્લા આયોજનમાં પ્રશ્ન મુકાયો હવે જોવાનું એ રહ્યું કે કયારે નવું બિલ્ડીંગ બનશે અને બાળકો મંદીર પરિસર છોડી આધુનિક શાળામાં અભ્યાસ કયારે કરશે તે સમય બતાવશે પરંતુ નરી વાસ્તવિકતા છે કે હાલ રપ૦ બાળકો બેંચ વિના રૂમ વીના કોમ્પ્યુટર વિના ખેલકુદ મેદાન વિના શૌચાલ્ય વિના પાણી વિના અહીં મંદિરમાં બેસી જંગલ વિસ્તારમાં ભગવાન ભરોસે પોતાનો અભ્યાસ કરી પોતાનું ભાવિ ઘડી રહ્યા છે.

શીક્ષક જે હાલતમાં બેસી અભ્યાસ કરાવી રહ્યો છે તે તસ્વીર હાલમાં ચાલી રહેલા વાઈબ્રન્ટ ગુજરાતને અર્પિત

ભણે ગુજરાત…. સર્વ શિક્ષણ અભ્યાન… સહિતના સરકારી સ્લોગન જાણે રાજુલા તાલુકાના ખેરા ગામમાં અર્થી વિહોણા લાગી રહ્યા છે અને આ સ્લોગત માત્ર સરકારી બાબુના મુખે જ ચર્ચાઈ રહ્યા હોય તેવો ઘાટ છે અહીં ખેરામાં છેલ્લા આઠ મહિનાથી સરકારી શાળાના રપ૦ જેટલા બાળકો ગામના શિકોતેર માતાના મંદિરમાં બેસી અભ્યાસ કરી રહ્યા છે… અહીં ગામમાં આઠ મહિનાથી સરકારી શાળા નવી બનાવવાની હોવાથી અને જર્ઝરિત હોવાથી પાડી નખાઈ હતી જેથી શાળાના એકથી પાંચ અને પાંચ થી આઠના કુલ રપ૦ જેટલા બાળકો મંદિરમાં બેસે છે ને અભ્યાસ કરી રહ્યા છે. અહીં મંદિરમાં નથી શૌચાલય કે નથી પાણીની વ્યવસ્થા કે નથી બેન્ચીસની વ્યવસ્થા અહીં શાળાના માસ્તરો પણ પાટિયા પર બેસીને બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા અહીં નવા બિલ્ડીંગ અંગે મંજુરી મંગાઈ હતી અને માજી સરપંચ ભરત ગુજરીયા જણાવે છે કે મંજુરી મળી ગઈ છે તુરંત અમે બિલ્ડીંગનું કામ ચાલુ કરાવી શું પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે અહીં મંદિર પરિસરમાં જ રપ૦ જેટલા નાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે અહીં મંદિર પાછળ જયાં બાળકો અભ્યાસ કરે છે. ત્યાં પાછળ જંગલ છે અને સિંહ દિપડા સહિતના વન્ય જીવો છે. ત્યારે આ બાળકો ગામથી દુર બે કિ.મી. અભ્યાસ કરવા છેક મંદિરમાં આવે છે.

વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે

*       વિકસિત ગુજરાત વાઈબ્રન્ટ ગુજરાતની નરવી, વાસ્તવિકતા દેશનું ભાવિ ભગવાન ભરોસે રાજુલા તાલુકાની ખેરા ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકો ૮ મહિનાથી ભગવાન ભરોસે.

*       ખેરા પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ જ ન હોવાથી શાળા રપ૦ બાળકો મંદિરના ઓટલા પર બેસી અભ્યાસ કરી રહ્યા છે.

*       બાળકો માટે નથી બિલ્ડીંગ, નથી શૌચાલય, નથી કોમ્પ્યુટર લેબ. કે નથી લાઈબ્રેરી કે નથી બેંચીસ.

*       રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા અમરેલી જિલ્લા આયોજનની મીટીંગમા આ પ્રશ્ન રખાયેલ છે.

*       માસ્ટર લાકડાના પાટિયા પર બેસી અભ્યાસ કરાવી રહ્યો છે.

Previous articleબરવાળાના ગામોમાં ટીબીના દર્દીઓની મુલાકાત
Next articleકાળીયાબીડમાં મારમારી, બેને ઈજા