હાર્દિક પંડ્યા વિવાદ પર બોલ્યો ઇરફાન પઠાણ : જે આખી વાત થઇ તે સારી નથી થઇ

988

ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે મુન્સી ક્રિકેટ એકેડમીનું ભરૂચમાં ઉદ્ધાટન કર્યું છે. તે સમયે જ ઇરફાન પઠાણે કહ્યું હતું કે, ’જે આખી વાત થઇ તે સારી નથી થઇ.’ નોંધનીય છે કે કોફી વીથ કરણ શોમાં હાર્દિક પંડ્યાનો મહિલાઓ અંગેનાં વિવાદને કારણે ઘણો જ વિરોધ થઇ રહ્યો છે.

ભરૂચમાં એક ક્રિકેટ એકેડમીનાં ઉદ્ધાટનમાં બંન્ને ભાઇઓ ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ હાજર રહ્યાં હતાં. તે સમયે તેમને જ્યારે મીડિયાએ પૂછ્યું કે હાર્દિકે જે કંઇ બોલ્યો છે તે અંગે તમે શું માનો છો? તો તેના જવાબમાં ઇરફાને જવાબ આપ્યો હતો કે, ’જે આખી ઘટના ઘટી છે તે સારી નથી. આ આખો મામલો વહેલી તકે સુલઝી જવો જોઇએ.’ નોંધનીય છે કે બંન્ને ક્રિકેટર વડોદરાનાં છે. ઇરફાન પઠાણને હાર્દિકનો ગુરૂ માનવામાં આવે છે.

થોડા દિવસ પહેલા સૌરવ ગાંગુલીએ હાર્દિકનાં વિવાદીત નિવેદન પર ટિપ્પણી કરતાં કહ્યું હતું, લોકો ભૂલ કરે છે, મને વિશ્વાસ છે કે ભૂલ કરનારને એનો અહેસાસ હશે અને તે સારો માણસ બનીને નીકળશે. અમે બધા માણસ છીએ, મશીન નથી કે બધું પરફેક્ટ જ થાય. તમારે તમારી જિંદગી જીવી જોઇએ અને બીજાને પણ જીવવા દેવી જોઇએ.

Previous articleક્રિકેટ મારા જીવનનો એક ભાગ પરંતુ જીવન નથીઃ વિરાટ કોહલી
Next articleઓસ્ટ્રેલિયન ઓપન : સરેના, જોકોવિકની ભવ્ય જીત