તા.૨૮-૦૧-ર૦૧૯ થી ૦૩-૦૨-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

1635

મેષ (અ.લ.ઈ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો યથાવત વિચારોમાં અસ્થીરતા આપે છે. રાહુ ગુરૂ અને મંગળગ્રહનો અશુભ બંધન યોગ આર્થિક માનસીક અને શારીરીક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. માટે આત્મવિશઅવાસ મા વૃધ્ધી કરવી અને જિદ્દી સ્વભાવનો ત્યાગ કરશો તો જ સફળતા મળી શકશે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી પરિસ્થિતી જળવાઈ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી ચિંતાનું આવરણ મળી શકે છે. સંતાનોના પ્રશ્નોમાં સંપૂર્ણ વર્ષ મહત્વના નિર્ણયોમાં ધ્યાન રાખવુ જરૂરી બનશે. આપના માટે બુધવારના વ્રત અને રાહુગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
વૃષભ (બ.વ.ઉ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો ભ્રમણ શનિગ્રહની પનોતી અને શુક્રગ્રહનો બંધનયોગ અશુભફળ આપે છે. તેમ છતાં ગુરૂ ગ્રહ અને મંગળની પ્રબળ યેન કેન પ્રકારે કાર્ય સફળતાના યોગ અઅર્પે છે.માત્ર સપ્તાહમા મહત્વના કાર્ય પૂર્ણ કરવા જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલો સાથે સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી સહકાર મળશે. કાયદાકીય રીતે સહિ સિક્કામાં ધ્યાન રાખવુ મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશં સંતાન સંબંધી કાર્યોમાં પ્રગતી મળશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
મિથુન (ક.છ.ઘ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો સમય સંજોગો નો સદઉપયોગ કરવા સુચવે છે. આ સપ્તાહ મા મહત્વના કાર્યો પૂર્ણ કરવા જરૂરી છે. ભવિષ્યમાં જ સુર્ય ગ્રહનો અશુભ બંધનયોગ એક માસ માટે નિરાશા અને નિશ્ફળતા આપી શકે છે. તેથી સમયનો સદઉપયોગ કરી લેશો. મિલ્કત અને વિલવારસાના કાર્યોથી નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે. વીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવુાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. સંતાનોના કાર્યોમાં નિર્ણયો લેવા મા અન્યની સલાહ લાભદાયી રહેશે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
કર્ક (ડ.હ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો ભ્રમણ શુભ અશુભ સમયનું નિર્માણ કરે છે. નવા કાર્યો આયોજન માટે પણ શુભ સમય છે. વિદેશથી લાભ મળશે. મિલ્કત અને વિલવારસાના કાર્યોથી નિરાકરણ મળશે. આત્મવિશ્વાસમા વૃધ્ધિ થશે ગમે તેવા કપરા કાર્યોને પણ સરળ બનાવી શકશો. પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી આજે જાહેર જીવનથી લાભ રહેશે. કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. સંતાનોના કાર્યોમાં નિર્ણયો લેવામા અન્યની સલાહ લાભદાયી રહેશે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રગતીકારક સમય રહેશે.
સિંહ (મ.ટ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો ભ્રમણ જન્મ ચંદ્રથી ગ્રહના બંધનયોગથી અને સુર્ય ગ્રહની નિર્બળતા આર્થિક માનસિક અને શારિરીક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. તેથી વધુ પડતો આત્મ વિશ્વાસ અને અપેક્ષા નિરાશા અને નિશ્ફળતાનું કારણ બની શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. સાચવવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા રહેશે આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કાયદાકીય રીતે સાવચેત રહેવું મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી મળી શકે છે. સંતાનોના કાર્યોમા સાવધાની રાખવી જરૂરી છે. આપના માટે બુધવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
કન્યા (પ.ઠ.ણ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું જન્મના ચંદ્ર ઉપર મંગળગ્રહની શુભ દ્રષ્ટિ લક્ષ્મી યોગનું નિર્માણ કરે છે. અને બુધ્ધી સ્થાનમાં સુર્ય બુધનો શુભ આદિત્ય યોગ સમય શક્તિનો સદઉપયોગ કરશો તો ન ધારેલી સફળતા મળશે. માત્ર શનિગ્રહની પનોતી ધીમીગતીએ સફળતા આપશે. મિલ્કત અને વીલવારસાના કાર્યોમાં ઉતાવળા સાહસો ન કરવા પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનમા પ્રગતી મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મીક કાર્યોથી આનંદ રહેશે. કાયદાકીય રીતે અને મોસાળ પક્ષથી સહકાર રહેશે સંતાનોના પ્રશ્નોથી ચિંતા મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
તુલા (ર.ત.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ નિરંતર ભુતકાળની ભુલોને યાદ કરવાનું સલુચવે છે. જેના કારણે ઘણી તકલીફો આપને મળી ચુકી છે. તેની વધુ પડતો આત્મવિશ્વાસ અને અપેક્ષાનો ત્યાગ કરીને જે મળે તેમા સંતોષ માનવાથી જ કાર્ય સફળતાના યોગ મળે છે. મિલ્કત અને વિલવારસાથી શુભફળ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે ભાઈ બહેનો જીવનથી લાભ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. સંતાનોના કાર્યોમા પ્રગતી મળશે. આપના માટે શુક્રવારેના વ્રત અને લક્ષ્મીજીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
વૃશ્ચિક (ન.ય)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ગ્રહોનો વરતારો શનીગ્રહની પનોતીના અંતિમ તબક્કામાં પણ કાર્ય સફળતાના યોગ મળે છે નવા કાર્યોની શરૂઆત પણ શુભ મળશે માત્ર જીદ્દી સ્વભાવનો ત્યાગ અને વાણી વર્તનમાં નમ્રતા કેળવવી જરૂરી છે. એકાગ્રતા કેળવવાથી રાહત રહેશે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે ફળ આપશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ચ ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કાયદાકીય રીતે અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. સંતાનોની પ્રગતી જોઈ શકશો. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ આ સપ્તાહમાં પણ મંગળ રાહુ અને ગુરૂ ગ્રહનો બંધનયોગ યથાવત અશુભફળ આપે છે. તેથી વાણી વર્તન અને વ્યવહારમા નમ્રતા કેળવવી જરૂરી છે. મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહેવુ મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. સંતાનોના કાર્યોમાં ઉતાવળા નિર્ણયો ચિંતા આપી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને વિષ્ણુ સહસ્ત્રના હજાર નામ જપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતીકુળ સમય મળી શકે છે.
મકર (ખ.જ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું વરતારો મોજશોખ અને આળસવૃત્તિનો ત્યાગ કરો તો ભવિષ્યના સમય માજ શનિગ્રહ સાથે મંગળ ગ્રહનો બંધનયોગ પણ મળી રહ્યો છે. દરેક કાર્યોમાં અડચણ આપી શકે છે. માટે આ સમયનો સદઉપયોગ કરવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. સંતાનોેની પ્રગતી જાઈ શકશો. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. કાયદાકીય બાબતોમાં વિજય થશે મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
કુંભ (ગ.શ.સ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ આ સપ્તાહમાં પણ અશુભ પાપકર્રીય યોગનું નિર્માણ કરે છે. જે નિર્બળ વિચારો અને કાલ્પનીક ભય આપી શકે છે. તેથી આત્મવિશ્વાસ કેળવવો જરૂરી છે. પણ અપેક્ષા ને નિયંત્રણમાં રાખવી જરૂરી બનશે. સંતોષી નર સદા સુખી તે યાદ રાખવુ. મિલ્કત અને વિલવારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. માર્ચ મહિનાથી સંતાિોના પ્રશ્નો અને સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થીતી અને જાહેર જીવનથી લાભ રહેશે યાત્રા પ્રુવાસ અને ધાર્મિક કાર્યૌોથી આનંદ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. આપના માટે શનિવારના વ્રત અને સરસ્વતીનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર મંગળ ગ્રહનું શુભ ભ્રમણ લક્ષ્મીયોગ આપે છે. અને નસીબ કર્મ અને લાભ સ્થાનનું ભ્રમણ આર્થીક માનસિક અને શારીરીક ત્રણેય રીતે શુભફળ આપે છે. માત્ર મૌન બનીને કાર્યો કરવા જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. વડીલોનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોમાં યોગ્ય નિરાકરણ મળશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી પ્રતિષ્ઠા મળશે. કાયદાકીય બાબતો અને મોસાળપક્ષથી શુભ સમય મળશે યાત્રા પ્રવાસ અને વિદેશથી લાભ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને કુળદેવીનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે