પાલીતાણા નગરપાલિકા વોર્ડ નંબર-૩ની પેટા ચૂંટણી યોજાઈ

706

પાલીતાણા નગરપાલિકા વોર્ડ નંબર-૩ની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. તેમાં કુલ મતદારની સંખ્યા ૬૮રપમાંથી ૩ર૭૦નું મતદાન થયું હતું. કુલ ૪૮.૬૧ ટકા મતદાન થયું હતું. પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું હતું. તેમાં કોંગ્રેસના ઉમેદવાર અનવરલાલ (સોહીલ), મહમદભાઈ કાઝી તેમજ ભાજપના ઉમેદવાર મહેબુબભાઈ કરીમભાઈ કુરેશી, જનચેતના પાર્ટીના ઉમેદવાર ચેતનભાઈ મનસુખભાઈ ડાભી તેમજ અપક્ષ ઉમેદવાર આરીફભાઈ હબીબભાઈ લાખાણીના ભાવી ઈવીએમમાં સીલ થયા છે. તારીખ ર૯-૧-ર૦૧૯ને મંગળવારે મતગણતરી યોજાશે.

Previous articleહરિયાણા ભવનનો વિરોધ, જમીન બચાવવા માટે આદિવાસીઓની મહા રેલી
Next articleવલ્લભીપુરની ગંભીરસિંહજી હાઈ.માં પ્રજાસત્તાક પર્વની થયેલી ઉજવણી