ખેડુત સંઘર્ષ સમિતિની ઉપવાસ છાવણીની મુલાકાતે સંજયસિંહ ગોહિલ

681

સત્ય અને અહિંસાનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીજીની આજે પુણ્યતિથિના દિવસે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાર ગામના ખેડુતો અને ખેડુત સંઘર્ષ સમિતિ વતી વાસુદેવસિંહ ગોહિલ બાડી તથા નારણભાઈ જાંબુચા હોઈદડ તથા સામાજીક કાર્યકર ઘનશ્યામ સિંહ જાડેજા પડવા દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છાવણીની જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંજ ગોહિલ ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ રેવતસિંહ ગોહિલે મુલાકાત લીધી હતી.

તારીખ ૩૦ /૧ /૧૯ ના રોજ ગાંધીજીના નિર્વાણ દિનથી સરકાર તેમજ તંત્ર દ્વારા જે જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૨૪ (૨)બાબતે ઘણા સમયથી ઉકેલ ન આવતા તેના વિરોધમાં આજે રાષ્ટ્રીય કીસાન મહાસંઘના નેતૃત્વ હેઠળ જ્યાં અમારા પ્રશ્નોનુ નીરાકરણ ન આવે ત્યાં સુધી આમરણાત ઉપવાસ નીચે જણાવેલ મુદ્દા માટે ચાલુ રાખશુ

કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યમા લોકાયુક્તની નીમણુક,  સ્વામીનાથન આયોગના રીપોર્ટ મુજબ કૃષિ ઉત્પાદનના ભાવ સી૨ +૫૦% ના હીસાબે મળે તેવો કાયદો બનાવવામા આવે, ખેડૂતોનુ  સંપુર્ણ કરજ માફી કરવામાં આવે,  ફળ શાકભાજી તેમજ દુધ મા ટેકાના ભાવ નો સમાવેશ કરવામાં આવે, દેશના ખેડૂતો ની આવક નક્કી કરવામાં આવે, જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૨૪ (૨) નો ચુસ્ત પણે અમલ કરવા સહિતના મુદ્દાઓને લઈને આમરણાંત ઉપવાસમાં હોઈડળ, બાડી, પડવા, આલાપર, મલેક્વદર, સુરકા,થોરડી, રામપર, ખડસલિયા, લાખાણકા, મોરચંદ, થળસર ગામના ખેડૂત ભાઈઓ,બહેનો જોડાયા હતાં.

Previous articleમોડેલ સ્કુલ જાફરાબાદ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી
Next articleતક્ષશીલા ખાતે ગાંધી નિર્વાણ દિને વ્યસન મુક્તિ પ્ચાર કાર્યક્રમ યોજાયો