સ્વામિનારાયણ વિદ્યાલયના બાળકો કરાટેમાં રાજ્યકક્ષાએ ઝળક્યા

517

ઓલ ઈન્ડિયા વાડો-કાઈ કરાટે ડો.એસોસીએશન દ્વારા દર વર્ષે ગુજરાત સ્ટેટ વાડો-કાઈ કરાટે ચેમ્પિયન શીપનું આયોજન કરેલ છે. આ વર્ષે પણ સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્ર, રસાયણ, ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ વાડો-કાઈ કરાટે ચેમ્પિયનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચીફગેસ્ટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ એગ્રીકલ્ચર મીનીસ્ટર પરશોત્તમભાઈ રૂપાલા અને રજનીકાન્ત રજવાડી ઉપસ્થિત રહ્યાં હતા. આ સ્પર્ધામાં ગુજરાતના તમામ શહેરોમાંથી કુલ ૪૩ર કરાટેના ચુનંદા ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલયના પ્રાથમિક વિભાગના ૧૪ વિદ્યાર્થીઓએ સેનસાઈ કમલ એચ. દવે પાસે સ્પર્ધાત્મક તાલીમ મેળવી ગુજરાત સ્ટેટ વાડો-કાઈ કરાટે ચેમ્પિયન શીપમાં ભાગ લઈ ૪ ગોલ્ડ મેડલ, ૪ સિલ્વર મેડલ અને પ બ્રોન્ઝ મેડલો મેળવ્યા હતા. ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓને સ્વામિનારાયણ ગુરૂકુળના નિવૃત્ત આચાર્ય હરદેવસિંહ ગોહિલના હસ્તે મેડલ પહેરાવી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Previous articleસિહોરમાં પ્રતિબંધની ઐસીતૈસી જાહેરમાં સળગાવતો કચરો
Next articleસિહોરમાં વાસણની દુકાનના ઓટલા પરથી થેલો ઉઠાવી ચોરીનો પ્રયાસ