મોરારીબાપુ દ્વારા માનસગણિકા કથા નિમિત્તે અલંગ શીપયાર્ડના બહેનોને પ્રસાદ વિતરણ

0
517

ગત માસે અયોધ્યા ખાતે પૂ.મોરારીબાપુ દ્વારા માનસગણિકા કથાનું આયોજન કરવામાં આવેલ. પૂ.બાપુના સંકલ્પ મુજબ ગણિકાનું કાર્ય કરતી બહેનોને કથામાં પ્રાપ્ત થયેલ ધનરાશીમાંથી પ્રોજેક્ટ એઈડસ અલંગ સોસીયા વિસ્તારમાં ગણિકાનું કાર્ય કરતી બહેનોને રૂા.૬૦૦૦ની ધનરાશી પ્રસાદી રૂપે આપવાનો કાર્યક્રમ આજરોજ તા.૩૧-૧-૧૯ના રોજ અલંગ ખાતે હરીશભાઈ જોશીના હસ્તે યોજવામાં આવેલ.

૧૭પથી વધુ બહેનોને આ સહાય આપવામાં આવી તેમજ ૧૩ સિલાઈ મશીન તથા ફોલ-છેડાના મશીનનું પણ અલંગ એઈડસ પ્રોજેક્ટને બહેનોના પગભર થવા માટે વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ભાવનગર બ્લડ બેંકના ચેરમેન ડો.નિલુભાઈ વૈષ્ણવ, સંજયભાઈ દેસાઈ, જે.ડી. શાહ, સુરેન્દ્રભાઈ મોદી, અચ્યુતભાઈ મહેતા તથા જીએમબીના અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here