મારૂતિ યોગાશ્રમ શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

602

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ભાવનગર સંચાલિત મારૂતિ યોગાશ્રમ વો.કે.શા.નં. ૮૩, કાળીયાબીડ, સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત ઉજવણીના ભાગરૂપે શાળા કક્ષામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયેલ.

જેમાં બાળકો, નીડર, નિર્ભય અને પાયાના શિક્ષણમાનંથી જ ડર ન રાખવા સુપરવિઝ રહિત પ૬ બાળકોની ઈસ્કોન મંદિરમાં સામાન્યજ્ઞાન કસોટી યોજાયેલ જેનું પરિણામ જાહેર કરવાનો કાર્યક્રમ યોજાયેલ. જેમાં સામાન્યજ્ઞાન કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવેલ આ કસોટીમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ શિયાળ મયુરી એસ, સોલંકી કોમલ જે., ચૌહાણ નિતીન કે., ચૌહાણ જાગૃત કે. તથા કામળિયા કાજલ વી.એ મેળવેલ તેમજ ૧૦૦માંથી ૯૯ ગુણ વેગડ હાર્દિક કે., ચૌહાણ ધર્મેશ આર., શિયાળ નેહા એસ તથા ચંદાણી દીવ્યા જે.એ મેળવેલ તેમજ ૧૦૦માંથી ૯૮ ગુણ હડીયા અપેક્ષા આર., બારૈયા નિરાલી એસ., ગળથરીયા પાયલ કે. તથા જેઠવા નમ્રતા બી. એ મેળવેલ તેમજ આ કસોટીમાં ૧પ એ ગ્રેડ ર૭ બી ગ્રેડ મેળવેલ કુલ પરિણામ ૯૯ ટકા આવેલ પરિણામ જાહેર કરી દરેક ભાગ લેનાર બાળકો કુલ ૧૩ દિકરા, દિકરીઓને મોમેન્ટો આપવામાં આવેલ તેમજ ભાગ લેનાર દરેક બાળકોને પ્રમાણપત્ર – ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. ત્યાર બાદ બાળકોએ દેશભક્તિ કૃતિઓ રજુ કરેલ. આ કાર્યક્રમમાં એસ.એમ.સી.ના પ્રમુખ સભ્યો સી.આર.સી. તેમજ વિશાળ સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહેલ.

Previous articleરેડ રિબિનનો કાર્યક્રમ યોજાયો
Next articleદર્દીઓને પ્રોટીન યુક્ત ખોરાકનું વિતરણ