પીપાવાવની ખાનગી કંપનીઓના હંગામી કર્મીઓ દ્વારા કમિશ્નરને આવેદન અપાયું

643

પીપાવાવની ખાનગી કંપનીઓમાં હંગામી કર્મચારીઓની સ્થિતિ દયાજનક બની રાજુલા જાફરાબાદના કર્મચારીઓ ન સામે પક્ષપાત રાખી અપુરતા પગારમાં વધુ કામ લેવું અને વેતન બારામાં કર્મચારીઓ પર ગંભીર અન્યાય કરવામાં આવી રહ્યાનું અમરેલી મદદનીષ કમિશનરને વિગતવાર રૂબરૂ આવેદનપત્ર આપી ન્યાય મળવા બાબતે ધા નાખી છે.

જેમાં પીપાવાવ પોર્ટના એપીએમ ટર્મિનલ્સના કોન્ટ્રાકટર સાથે કામ કરનાર કર્મચારીઓને નીતિ નિયમ મુજબ પગાર આપવામાં આવતો નથી. લાયકાત કર્મચાીરઓને પણ કાયમી કર્મચારીઓના પ્રમાણમાં ખુબ જ ઓછુ વેતન આપી ગધ્ધા વેતરૂ કરવામાં આવે છે. પરીપણામે ઘણી વખત કર્મચારીઓ કંટાળીને નોકરી છોડી દેતાનું પણ બહાર આવ્યું છે. આવેદનમાં એ પણ જણાવાયું છે કે ગુજરાત સરકારના નિતી નિયમનો ઉલાળીયો કરી મનઘડત પોતાના ન સહી શકાય તેવી નિયમો ઠરાવી ગધ્ધા મજુરી કરાવાય છે અને ૧૦.૧૦ વર્ષથી નોકરી કરતા કર્મચારીઓને એક ફોનથી નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે. આવુ આવેદનપત્ર રાજુલાના જુની બારપટોળીના આહીરસમાજ અગ્રણી દેવાતભાઈ વાઘે કર્મચારીઓ પર વિતતીબીજી ઘણી બાબતો આવેદનમાં લખી રૂબરૂ ખુદ તપાસ થાય તેવી રાજુલા જાફરાબાદના દરેક કર્મચારીઓને ન્યાય મળે તેવી માંગ કરાઈ છે અને એક સમાન વેતન નહીં અપાય તોત મામ કર્મચારી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડયે કરીશુ તેવી ચિમકી પણ અપાઈ છે.

Previous articleનદીઓમાં પાણી વહેતુ હોવા છતા રાણપુર પીવાના પાણી માટે તરસ્યુ
Next articleસાવરકુંડલામાં કોંગ્રેસની બેઠક મળી