આડોડીયાવાસમાં બે સ્થળેથી ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપાઈ

1721

ઘોઘા રોડ પો.સ્ટે.ના પી.આઈ. ઈશરાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ મુનશી તથા સ્ટાફના ફારૂભાઈ મહીડા, ખેંગારસિંહ ગોહિલ, કિર્તિસિંહ રાણા, મહેશભાઈ રાઠોડ, વનરાજસિંહ પરમાર, જયેન્દ્રસિંહ ચુડાસમા સહિત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન મળતી બાતમીના આધારે આડોડીયવાસમાં સુનિલ વિક્રમભાઈ આડોડીયાના રહેણાંકી મકાનમાં દરોડો પાડતા ઈંગ્લીશ દારૂની બોટલ નં. ર૦ તથા નિતાબેન રાકેશભાઈ આડોડીયાના રહેણાંકી મકાનમાં દરોડો પાડતા તેમાંથી ઈંગ્લીશ દારૂની ૧૧ બોટલ મળી બન્ને સ્થળેથી કુલ ૩૧ બોટલ કિ.રૂા. ૧૦,૮પ૦નો મુદ્દામાલ ઝડપી પાડી બન્ને વિરૂધ્ધ ઘોઘા રોડ પો.સ્ટે.માં પ્રોહી. એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

Previous articleપીઆઈનાં સમર્થનમાં ટોળા એકઠા થયા
Next articleભાવનગરમાં સ્વાઈન ફલુથી વધુ બે વ્યક્તિઓના મોત થયા