મુળ-કેરાળા, તા.તળાજાના વતની અને હાલ-ભાવનગરના કાળીયાબીડમાં રહેતા રાજપુત યુવાન સુજાનસિંહ લવજીભાઈ પરમાર ઉ.વ.૨૫ જેની ભાવનગર ભગવતી સર્કલ નજીક મઢુલી પાસે આવેલ શિવ પાન ગલ્લા પાસે તારીખ ૧૯-૧-૨૦૧૯ના રોજ રાત્રીના કોઈ અદાવત વગર શહેર અને જિલ્લામાં પોતાની ધાક જમાવવા સારૂ નવ-નવ જેટલા શખ્સોએ ભેગા થઈ ગેરકાઈદેસર મંડળી રચી તલવાર, લોખંડના પાઈપ છરા જેવા ધારદાર હથીયારોથી હુમલો કરી રાજપુત સમાજના આશાસ્પદ યુવાનની હત્યા કરી દેવામાં આવી અને આ બાબતે આ નવયુવાને બનાવવા આઠ કલાક પહેલા આ આરોપીઓ વિરૂધ્ધમાં પોતાની જાનને જોખમ હોવાની નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપેલ હોય તેમ છતા આ યુવાન સુજાનસિંહ પરમારની આ નરાધમોએ અરજી આપ્યાના આઠ જ કલાકમાં હત્યા કરી દેતા ભાવનગર જિલ્લાના કાયદાના સરેઆમ ધજાગરા ઉડાડી દેતા રાજપુત સમાજમાં શોકની લાગણી ફેલાય છે. ૧૭-૧૭ દિવસ થવા છતાં સુજાનસિંહ પરમારના હત્યારા પોલીસ પકડથી દુર હોય અને જે કાયદાને ધોળી પી જઈ ખુલ્લેઆમ ફરતા હોઈ જેથી સદર કેસની તપાસ ઉચ્ચ એજન્સીએ સોંપી તાત્કાલીક આરોપીને ઝડપી લેવાની માંગ સાથે રાજપુત સમાજનાં આગેવાનો દ્વારા વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર આપ્યુ હતું.
















