માઈનિંગના વિરોધમાં બીજા દિવસે પણ દાઠા પંથકના ગામો બંધ રહ્યાં

749

મહુવા  તળાજા  પંથકના  કોટડા  દયાળ તલલી બાંભોર સહિતના ગામો માઈનિંગ પ્રકરણમાં આજે બીજા દિવસે પણ સજ્જડ બંધ નીચા કોટડા ઊચા કોટડા દયાળ તલલી બાંભોર સહિત ગામો આજે બીજા દિવસે પણ બંધ લોકો  સ્વેચ્છાએ  વિધાર્થીઓને નહીં  મોકલ્યા  શિક્ષણ  બંધ,  તમામ  શાળા  બંધ  શાળાના   શિક્ષકોનો  સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, અમુક વિદ્યાર્થીઓ આવ્યા હતા પણ બાકીના કોઈપણ બાળકો વિદ્યાર્થીઓ નહીં આવ્યા. માઈનીંગ સમિતિનીા આગેવાન ભરત ભીલ અને અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે, તંત્ર અમારી સાથે ચર્ચા કરે જો એ સાંચા હોય અને કાયદેસર કોઈ તો અમે આંદોલન સમેટી લેશું. અમારી બાપ-દાતાની જમીન છોડીને અમારે વતન છોડવું પડે અને આજીવિકા રળવા પ્રદેશ જવું પડે નહીં એ માટે અમારો સાચો અને સત્ય વિરોધ માઈનીંગ કંપની સામે છે. તંત્ર અને કંપની સાચી હોય તો અમારી સાથે ચર્ચા કરે અમે ચર્ચા કરવા તૈયાર છીએ. બીજી તરફ કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન હેઠળ સત્તાવાર મંજુર લઈને માઈનીંગ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આજે બીજા દિવસે ફરી એકવાર અહિંસક રીતે વિરોધ કરવાનો નવો અધ્યાય શરૂ થયો છે અને ચામુંડા માતાજીના મંદિરે જ ધરણા ઉપર ખેડૂતો બેસી રહ્યાં છે. પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસનું પેટ્રોલીંગ સઘન ચાલુ છે. તમામ ધંધા-રોજગાર બંધ સંકુલ પણ બંધ વાલીઓ સ્વેચ્છાએ વિદ્યાર્થીઓને નહીં મોકલ્યા. શિક્ષણ બંધ જ્યાં સુધી પ્રશ્નનો નિકાલ નહીં આવે ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે એવો આગેવાનો સુર વ્યક્ત કર્યો હતો.

Previous articleચિત્રા વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂ, બિયરના જથ્થા સાથે ૧ ઝડપાયો
Next articleસ્વાઈન ફલુથી વધુ ૧નું મોત