જુનાગઢ : કાર અકસ્માતમાં ૪ યુવાનનાં મોત,  બહેનના લગ્ન પહેલા ભાઇની વિદાય

1099

જૂનાગઢમાં કાર અકસ્માતની ઘટના બની છે. જેમાં ચાર યુવકોના એક સાથે ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જેના પગલે યુવકોના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ફૂલ સ્પીડમાં આવતી કાર અચાનક બે કાબુ બનતા કાર પલટી મારી ગઇ હતી. અને કાર સીધી રોડ પાસેના બસસ્ટેડમાં ઘૂસી ગઇ હતી. આમ કારમાં બેઠેલા ચાર યુવકોના સ્થળ ઉપર જ મોત થયા હતા.

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના માંગરોળના કલ્યાણ ગામ નજીક આજે રવિવારે વહેલી સવારે ફૂલ સ્પીડમાં એક કાર પસાર થઇ રહી હતી. ત્યારે કાર ચાલક યુવકે કાર ઉપરથી કાબુ ગુમાવતા કાર બેકાબુ બનીને પલટી ખાઇ ગઇ હતી. કારે પલટી ખાઇને ગામમાં આવેલા બસસ્ટેન્ડમાં થડાકાભેર ઘૂસી ગઇ હતી. ધડાકાભેર અથડાતા કારનું પડીકું વળી ગયું હતું. અને કારમાં બેઠેલા ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.અકસ્માતની જાણ થતાં જ ગામ લોકો એકઠાં થયા હતા. અને યુવકોની લાશોને કારમાંથી બહાર કાઢી હતી. સાથે સાથે કારને પણ બસસ્ટેન્ડમાંથી બહાર કાઢી હતી. બીજી તરફ એક સાથે ચાર યુવકોના મોતના પગલે પરિવારજનોમાં માતમ છવાયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે સ્થળે ઉપર આવી આગળની કાર્યવાહી હાથધરી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બે યુવાનો માંગરોળના શક્તિનગરમાં રહેતા રબારી પરિવારના હતા. જ્યારે બે યુવાનો લૂહાર પરિવારના હતા. જેમાં એકની બહેનના આજે લગ્ન છે. લગ્નના દિવસે જ ભાઇના મોતથી લુહાર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

Previous articleઅંતિમ ટી-૨૦માં ન્યૂઝીલેન્ડે ભારતને માત્ર ચાર રનથી હરાવ્યુ
Next articleસ્વાઇન ફ્‌લૂથી એક દિવસમાં ચાર મોત, સ્વાઇન ફ્‌લૂના કારણે ૫૫ મોત