અપહરણ, ગેંગરેપના આરોપીને ઝડપી લેતી એસઓજી

860

એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટરી ડી.ડી. પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા પોલીસ હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ ને મળેલ બાતમી આધારે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના અપહરણ- ગેંગ રેપના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી સલીમભાઇ હુસેનભાઇ મોગલ/ફકીર ઉ.વ.૨૦ રહેવાસી-૫૦ વારીયા, કોર્ટ પાસે પાલીતાણા જી. ભાવનગર વાળાને ઘોઘાસર્કલ, કબ્રસ્તાન પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમારની સુચનાથી પોલીસ હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા જગદીશભાઇ મારૂ તથા પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા રાજદીપસિંહ ગોહીલ તથા અતુલભાઇ ચુડાસમા જોડાયા હતા.

Previous articleરાષ્ટ્રીય સર્વજન વિકાસ પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સંજયભાઈ ભડીયાદ્રા આજે ભાવનગરની મુલાકાતે
Next articleવસંતપંચમી નીમિત્તે આજે લગ્નની ધૂમ