વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.

786

એસ.ઓ.જી. સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડકોન્સ. હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણાને મળેલ બાતમી આધારે નોંઘણવદર ગામના બસ સ્ટેન્ડ પાસે સાંઇનાથ ટ્રાવેર્લસની ઓફીસની બાજુમાં લાકડાની કેબીનમાં રાખેલ ભારતીય વિદેશી દારૂની બોટલ નંગ-૨૩ તથા બીયર ટીન નંગ-૪૦ કુલ કિ.રૂ઼ ૧૯,૯૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી જયપાલસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા ઉ.વ.૨૨ રહેવાસી-ગામ-નોંઘણવદર, તા.પાલીતાણાવાળાને પકડી પાડી આરોપી સામે પ્રોહી. એકટ તળે કાયદેસર કાર્યવાહી કરી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleરેડક્રોસની રાજયકક્ષાની કોન્ફરન્સ યોજાઈ
Next articleવૈરાગ્ય શતકનું મોરારિબાપુ દ્વારા વિમોચન