વિકટરથી આસરાણા ચોકડી સુધીનો રૂા.ર૪ કરોડના ખર્ચે નવો રોડ મંજુર

707

રાજુલા તાુકાના વિકટરથી આસરાણા ચોકડીનો નવો રોડ રૂપિયા ર૪ કરોડના ખર્ચે હીરાભાઈ સોલંકીની જહેમતથી મંજુર/ સુકલભાઈ બળદાણીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોરે અભિનંદન પાઠવ્યા હતાં.

વર્ષોથી ગાડામાર્ગથી બહેતર બનેલ વિકટરથી આસરાણા ચોકડી જવા કોઈ એસ.ટી. બસ જવા તૈયાર ન હોય તેવો ર/ર ફુટના ખાડા પડી ગયેલ રોડને હીરાભાઈ સોલંકી તેમજ સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા કેન્દ્ર સરકાર રજુઆત કરતા આખરે રૂપિયા ર૪ કરોડના ખર્ચે કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીાય દ્વારા મંજુરીની મોહર લાગતા જનતામાં તેમજ ભાજપ આગેવાનો જિલ્લા પંચાયતના સુકલભાઈ બલદાણીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ અરજણભાઈ વાઘ નાજાભાઈ પીંજર તાલુકા પંચાયત જીલુભાઈ બારૈયા, માજી તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસ સહિત હિરભાાઈ સોલંકીને અભિનંદન પાઠવ્યા તેમજ આ રોડ બાબતે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.