શક્તિ પ્રોજેકટમાં સારી કામગીરી બદલ રાહુલ ગાંધીના હસ્તે સંજયસિંહનું સન્માન

1074

ગુજરાત શક્તિ પ્રોજેકટમાં પ્રશંસનીય કામગીરી કરી સમગ્ર ગુજરાતમાં ટોપ ૩માં આવવા બદલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ (માલપર)ને સર્ટિફિકેટ આપી ધરમપુર લાલડુંગરીના ઐતિહાસિક મેદાન ખાતે સન્માન કરવામાં આવ્યું. રાહુલ દ્વારા શક્તિ પ્રોજેકટમાં સારી કામગીરી કરનાર સાથે ખાસ મુલાકાત  કરી હતી, રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અહમદભાઈ પટેલ, બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સતાવ, વિપક્ષના નેતા પરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતાં.

સમગ્ર ગુજરાતમાં ટોપ -૧૦માં શક્તિ પ્રોજેકટમાં વધારે મેમ્બર બનાવનારનું સન્માન કરવામાં આવ્યું. જેમાં ભાવનગરમાંથી યુવા નેતા સંજયસિંહ ગોહિલની પસંદગી થઈ હતી, આગામી દિવસોમાં શક્તિ પ્રોજેકટમાં સારી કામગીરી નોંધ લેવામાં આવશે લોકસભા કોંગ્રેસના ઉમેદવારો માટે શક્તિ પ્રોજેકટના સદસ્યોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે ત્યારે રાહુલ ગાંધી આગામી દરેક ચૂંટણીમાં શક્તિ પ્રોજેકટના સદસ્યોનો અભિપ્રયા લેવામાં આવશે તે ચોક્કસ છે, સાથે સાથે રાહુલએ ખેડુતો સાથે પણ અલગથી મુલાકાત કરી હતી, ધરમપુર લાલડુંગરી મેદાનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સ્વર્ગ્સ્થ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી, સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધી, સોનિયા ગાંધીએ સભાઓ કરી છે ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલના સભા ર૦૧૯માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તે નક્કી છે, રાહુલ હંમેશા યુવાનોને અગ્રીમતા આપે છે, કામ કરતા કાર્ય કરોને મહત્વ આપે છે અને કાર્યકરોને પુરતું મહત્વ મળે તે માટે કાર્યકરોનું ધ્યાન રાખે છે તે વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં શક્તિ પ્રોજેકટના ટોપ ૧૦ કાર્યકરોનું સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતાં.

Previous articleવલભીપુર કે.વે.શાળા દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ અપાઈ
Next articleજડબાતોડ જવાબ એ જ શહિદોને શ્રદ્ધાંજલિ