આતંકી હુમલા વિષે સવાલ કરાતા કપિલદેવે પીઠ ફેરવી

668

૧૪ ફેબ્રુઆરીએ સાંજે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ઝ્રઇઁહ્લના કાફલા પર આતંકી હુમલો થયો જેમાં ૪૦ જવાનોએ જીવ ગુમાવ્યા.

આ ઘટનાથી આખા દેશમાં ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે અને સરકારને કડકમાં કડક પગલાં લેવાની અપીલ કરાઈ છે. આ ઘટના પછી બોલિવૂડના એક્ટર્સ તેમજ રમતજગતની દુનિયાની સેલિબ્રિટીઓએ પણ રોષ વ્યક્ત કર્યો છે. જોકે આ મામલે દિગ્ગજ ખેલાડી કપિલ દેવે ચોંકાવનારું વર્તન કર્યું છે.

કપિલ દેવ શનિવારે નવી મુંબઈમાં યોજવામાં આવેલી મિની મેરેથોન સ્પર્ધા માટે આવ્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં જ્યરે કપિલ દેવને પુલવામાના આતંકી હુમલા વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કોઈ જવાબ ન આપ્યો. પત્રકારો સતત આ મામલે તેને સવાલ કરતા રહ્યા તો આખરે તેણે પીઠ ફેરવી લીધી અને ગાડીમાં બેસીને ચાલ્યો ગયો. નોંધનીય છે ગયા વર્ષે ક્રિકેટર અને વડાપ્રધાન ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં કપિલ દેવને બોલાવવામાં આવ્યો હતો પણ તે ગયો નહોતો.

પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહવાગે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના ૪૦ જવાનોના બાળકોના ભણવાનો ખર્ચ ઉપાડવાની જવાબદારી લીધી છે. સ્ટાર મુક્કેબાજ વિરેન્દ્ર સિંહે પોતાનું એક મહિનાનું વેતન શહીદોના પરિવારને દાન કર્યું છે.

Previous articleદિનેશ કાર્તિકને ટીમની બહાર રાખવાના નિર્ણય પર ગાવસ્કરે નારાજગી વ્યકત કરી
Next articleપુલવામા હુમલોઃ પાક.ક્રિકેટને ઝટકો, ચેનલે પીએસએલને બ્લેકઆઉટ કરી