માલણકા ખોડિયાર મંદિરે પૂનમનો પાટોત્સવ ઉજવાશે

688

ભાવનગર જિલ્લાના માલણકા ગામ ખાતે આવેલ દવે, પટેલ, ભાયાણી, ભટ્ટ (સિહોર) તથા શાહ (જસપરા) પરિવારના કુળદેવી માણકા ખોડિયાર માંના મંદિરે મહા-સુદ પુનમનો પાટોત્સવ તા. ૧૯-રને મંગળવારે ઉજવાશે.

મહા-મહીનાની નવરાત્રી માતાજીના મંદિરે ધામધુમથી ઉજવવામાં આવે છે. મહા-મહીનાની નવરાત્રી દરમ્યાન દરરોજ ચંડીપાઠ માતાજીને પારે કરવામાં આવે છે. અને પુનમના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં ગુજરાતભરમાંથી તેમજ ગુજરાત બહારથી ઘણા ભક્તો દર્શનાર્થે આવે છે. પ્રણાલિકા પ્રમાણે યજુર્વેદી સંહિતા પાઠી ભરતભાઈ પાઠકના આચાર્યપદે હોમાત્મક તવચંડી યજ્ઞનો પ્રારંભ સવારે ૭-૩૦ કલાકે થશે. શ્રીફળ હોમવાનો સમય બપોરના ૧ર કલાનો છે. ત્યારબાદ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે.

Previous articleસિહોર મુસ્લિમ સમાજ દ્વારા રેલી કાઢી શ્રધ્ધાંજલિ અપાઈ
Next articleલાઠીમાં સ્વાઈન ફલુ માટે રોગ પ્રતિકારક ઉકાળાનું વિતરણ