શામળદાસ કોલેજમાં શહિદોને શ્રધ્ધાંજલિ

629

આજરોજ શામળદાસ આર્ટ્‌સ કોલેજ ખાતે અધ્યાપકો, વહીવટી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની એક સભા મળેલ જેમાં પુલવામા ખાતે બનેલ આપણા દેશનાં શહીદ થયેલ સૈનિકોને પ્રાર્થના અને મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પેલ. વધુમાં ઈન્ચાર્જ આચાર્ય ડો. કેયૂર બી. દસાડીયા ધ્વારા આપણા રક્ષકોનું આતંકવાદીઓ ધ્વારા થયેલ કાયર હુમલાને વખોડી કાઢેલ. કોલેજના સિનિયર અધ્યાપક ડો. જી. પી. જાડેજા જણાવેલ કે, આ જધન્ય કૃત્ય છે અને આવું આપણો દેશ ચલાવી નહીં લે. પ્રાધ્યાપક ડો. એ. એ. ખાન એ ભગવદ્‌ગીતા અને શ્રીકૃષ્ણને ટાંકતા કહયું કે પાર્થ ને કહો ચડાવે બાણ કે હવે પછીથી આવા કૃત્યો સાંખી નહીં લેવામાં આવે.

Previous articleવલ્લભીપુર તા.પ.ની સભા ઉગ્ર બની
Next articleકેદારનાથ જયોર્તિલિંગ રથયાત્રા શહેરમાં