ભાવનગર રેન્જ આઈજીપી અશોક કુમારે ચાર્જ સંભાળ્યો

0
1010

ભાવનગર રેન્જ આઈ.જી. એન.એન.કોમરાની બદલી થતા તેમના સ્થાને અશોકકુમારની નિમણુંક થતા અશોકુમાર આજે પોલીસ હેડ કવાર્ટર ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતાં.

જયા તેમને આવકાર સાથે સ્વાગત કરાયું હતું. એસ.પી. પી.એલ.માલ, ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓએ તેમને આવકારી સ્વાગત કર્યુ હતું. નવ નિયુક્ત અશોકકુમારે  જણાવેલ કે ભાવનગર રેન્જમાં આવતા ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ ચલાવી લેવાશ નહીં જો આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો મારો સીધો જ મો.નં. – ૯૯૭૮૪૦ પ૩૬૮ ઉપર લોકો સંપર્ક કરી માહિતી આપી શકશે તેના  નામ ગુપ્ત રાખી કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકો પણ કાયદો – વ્યવસ્થાની જાળવણીમાં પોલીસને સહકાર આપે તે ઈચ્છનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here