STની હડતાલ : ભાવ.ડિવીઝનને ૩૦ લાખનું નુકશાન

1156

છઠ્ઠા સાતમા પગાર પંચની અમલવારી સાથે અન્ય પડતર પ્રશ્નોને લઈને સમગ્ર રાજ્યભરના એસ.ટી. મુદતની હડતાલનું રણશીંગુ ફુક્યુ છે. જેમા ભાવનગર એસ.ટી. ડીવીઝનના ૧૭૦૦થી વધુ કર્મચારીઓ જોડાયા છે.

રાજ્યમાં મુસાફરોનું પરિવહન કરતા એસ.ટી. વિભાગના ૪૫ હજારથી વધુ કર્મચારીઓ છેલ્લા દોઢ વર્ષથી છઠ્ઠા પગાર પંચની સંપૂર્મ અમલવારી સાતમા પગાર પંચની તાકીદે જોગવાઈ ઉપરાંત એસ.ટી. ડીવીઝનનું ખાનગી કરણ અટકાવવા સહિતના અનેક પ્રશઅનોને લઈને રાજ્ય સરકાર સામે મોર્ચો માંડ્યો છે. જેમા ત્રણેક વખત અલ્ટીમેટમ આપવા છતા સરકારે આ બાબત જો ગંભીરતા પૂર્વક ન લેતા ૨૦ ફેબ્રુઆરીના રાત્રીના ૧૨ કલાકે પરિવહન સેવા સંપૂર્ણ પણે સ્થગિત કરી હડતાલનો આરંભ કર્યો છે. આ હડતાલને પગલે રાજ્યભરમાં લાખ્ખો મુસાફરો રઝળી પડ્યા છે. તો બીજી તરફ એસ.ટી. નિગમને એક જ દિવસમાં કરોડો રૂપીયાનો આર્થીક ફટકો પડ્યો છે.

આ સામુહિક અને અચોક્કસ મુદતની માસ સી.એલ.માં ભાવનગર એસ.ટી. ડીવીઝનના ૧૭૦૦થી વધુ કર્મચારીઓ જોડાયા છે. મોડી રાત્રે ભાવનગરના મુખ્ય ડેપો તથા વર્કશોપ તેમજ તાલુકા લેવલે આવેલ ડેપોમાં બસોના થપ્પા લાગી ગયા છે. ૨૪ કલાક લોકોની અવર જવરથી ધમધમતા બસ સ્ટેશનોમાં માત્ર એસ.ટી.તંત્રના કર્મચારીઓ જોવા મળ્યા હતા. ભાવનગર શહેર જિલ્લામાં મુસાફર પરિવહન સેવા સ્થગિત થતા ૬૫ હજારથી વધુ પ્રવાસીઓ અટવાઈ પડ્યા હતા. તો બીજી તરફ ભાવનગર ડીવીઝનને ૨૭થી ૩૦ લાખની એક દિવસની આવક ગુમાવવી પડી છે.

શહેર સહિતના ડેપો મથકો પર અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો. મથકોમાં પાર્ક કરાયેલી બસોની સુરક્ષા વ્યવસ્થા અર્થે તંત્રએ અગાઉથી જ પોલીસ બંદોબસ્તની માંગ કરી હોય તમામ બસ મથકો પર પોલીસ જવાનોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સેવા બંધ રહેવાના કારણે દરરોજ અપડાઉન કરતા લોકો શાળા, કોલેજના વિદ્યાર્થીઓ વેપારીઓને બારે હાલાકી વેઠવી પડી રહી છે. તો બીજી તરફ ખાનગી પરિવહનમાં મુસાફરોની ચિક્કાર ગીર્દી જોવા મળી હતી. કેટલાક તકવાદી ટ્રાવેલ્સ ઓપરેટરોએ મનફાવે તેવા ભાડા ઉઘરાવવાનું શરૂ કરતા મુસાફરોને દાઝ્‌યા પર ડામ જેવી સ્થિતી સર્જાઈ છે.

Previous articleસુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન
Next articleકેરિયરની શરૂઆતમાં ઘણી બધી તકલીફ પડી છે : સ્વરા