ઈડન ગાર્ડનમાંથી પાક ક્રિકેટરોની તસવીરો હટાવવા સ્ટેડિયમ બહાર દેખાવો

570

પુલવામા હુમલા બાદ દેશના મોટા ભાગના ક્રિકેટ એસોસિએશનોએ પોતાના હેડ ક્વાર્ટરમાંથી પાક ક્રિકેટરોની તસવીરો હટાવી લીધી છે ત્યારે બંગાળ ક્રિકેટ એસોસિએશન દ્વારા ઈડન ગાર્ડનમાં હજી પણ પાક ક્રિકેટરોની તસવીરો દિવાલ પર ટાંગેલી જોવા મળતા હોબાળો થયો છે.ભારતના સૌથી ઐતિહાસિક મેદાનો પૈકીના એક ગણાતા આ મેદાનના પેવેલિયનમાંથી તસવીરો હટાવવાની માંગ સાથે ભાજપના કાર્યકરોએ ઈડન ગાર્ડનની બહાર દેખાવો કર્યા હતા. બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બાદમાં કહ્યુ હતુ કે તસવીરો હટાવવા માટે વહેલી તકે નિર્ણય લેવાશે.તેના પર કાર્યવાહી ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે સૌરવ ગાંગુલીએ પણ પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં મેચ ના રમવી જોઈએ તેવો અભિપ્રાય વ્યક્ત કરેલો છે.

Previous articleમેસીની ૫૦મી હેટ્રિકથી જીત્યું બાર્સિલોના, સેવિલાને ૪-૨થી હરાવ્યું
Next articleભાજપ સૈનિકોનું બલિદાન ભૂલી વોટ મેળવવા સક્રિય