ઉનાળામાં ડુંગળીના ભાવ આસમાન પર પહોંચી શકે

693

ડુંગળીની કિંમતમાં ઉનાળાની સિઝનમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. રવિ વાવણીના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં જુવાર અને મકાઈ સિવાય અન્ય તમામ પાકની વાવણી ગયા વર્ષની સરખામણીમાં આ વખતે પ્રમાણમાં યથાવત સ્થિતિમાં છે. જોકે ગયા વર્ષની સરખામણીમાં કેટલાક પાક ઓછા પ્રમાણમાં પણ છે. બટાકા અને શાકભાજીની વાવણી મર્યાદિત રહી છે કારણ કે કિંમતોમાં વારંવાર ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ગયા વર્ષની સરખામણીમાં ધાણાની વાવણી ૫૭ ટકા ઓછી રહી છે. જ્યારે લસણની વાવણી ૪૯ ટકા ઓછી રહી છે. ડુંગળીના કેસમાં ૩૭ ટકા ઓછી વાવણી થઈ છે. એકંદરે ગયા વર્ષની સરખામણીમાં મોટાભાગે પાકની વાવણી ઓછી રહી છે. અધિકારીઓના કહેવા મુજબ ડુંગળીની કિંમત આ વર્ષે ઓગસ્ટ મહિનામાં કિલોદીઠ ૫૦ રૂપિયાની આસપાસ પહોંચે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ પ્રકારના અહેવાલ પ્રકાશિત કરાયા બાદ લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. લસણ અને ધાણાની વાવણીને પણ માઠી અસર થઈ છે. જેથી આની  કિંમતો વધી શકે છે. મે મહિનામાં લોકસભાની ચુંટણી યોજાનાર છે ત્યારે સરકાર માટે કિંમતોમાં વધારો ચિંતા વધારી શકે છે. રાજ્યમાં રવિ સિઝનની વાવણી શરૂ થઈ ચુકી છે. સામાન્ય રીતે ૩૧.૩૫ લાખ હેકટર વિસ્તારમાં વાવણી થાય છે પરંતુ આ વર્ષે ૨૮.૩૭ લાખ હેકટર વિસ્તારમાં વાવણીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. કૃષિ સાથે સંબંધિત લોકોનું કહેવું છે કે મોનસૂનની સ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે.જેના કારણે વાવણીમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત પાણીની ઉપલબ્ધતા પણ દેખાઈ રહી નથી. ત્રણેય પાકમુખ્ય રીતે સૌરાષ્ટ્રમાં વધુ થાય છે પરંતુ સૌરાષ્ટ્રમાં પાણીની કટોકટી તીવ્ર દેખાઈ રહી છે. ખેડુતોનું કહેવું છે કે પાણીની કટોકટી દેખાઈ રહી છે. સાથે સાથે સારા પાકની ગેરન્ટી પણ દેખાતી નથી. જેના લીધે વાવણીથી લોકો દુર ભાગી રહ્યા છે.

પાણીન અછતના સમયમાં પણ સારી કિંમત મળે તેવા પાક ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. કૃષિ અધિકારીઓના કહેવા મુજબ જુવાર, ઘાસચારાની વાવણી પણ આ વખતે રાજ્યમાં ૧૭ મોટા પાક પૈકી છે.

જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં તમામ પાકમાં વાવણી શરૂ થાય છે અને સો ટકા થઈ જાય છે. જાન્યુઆરી ૨૦૧૮માં આવી જ સ્થિતિ હતી.

Previous articleશારાપોવાએ ખભાની શસ્ત્રક્રિયા કરાવીઃ માયામી ઓપનમાં નહીં રમે
Next articleસીબીએસઈ ધોરણ-૧૨ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ