ગુજરાત : સ્વાઈન ફ્લુનો આતંક જારી, વધુ ૪ મોત

844

સ્વાઈન ફ્લુના કારણે ગુજરાતમાં ત્રીજા મહિનામાં પણ આતંક જારી રહ્યો છે. આજે સ્વાઈન ફ્લુના કારણે વધુ ચાર લોકોના મોત થયા હતા અને ૯૮ નવા કેસો સપાટી પર આવતા ખળભળાટ મચી ગયો હતો. ૫૮ જે નવા કેસો સપાટી પર આવ્યા છે તેમાં અમદાવાદમાં સૌથી વધારે ૨૬ કેસો, સુરતમાં ૧૯ કેસો અને વડોદરામાં ૧૭ કેસો સપાટી પર આવ્યા છે. સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો ૧૦૦ની નજીક પહોંચી ગયો છે. આંકડા ઉપર નજર કરવામાં આવે તો પહેલી માર્ચ સુધીના આંકડા દર્શાવે છે કે સારવાર હેઠળ રહેવા લોકોની સંખ્યા હજુ પણ ૮૩૮ જેટલી છે. જ્યારે યોગ્ય સારવાર લીધા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલા દર્દીઓની સંખ્યા ૨૧૬૪ જેટલી નોંધાયેલી છે. તમામ સાચવેતીના પગલાં હોસ્પિટલમાં લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુના કેસ સૌથી વધુ નોંધાયા છે. અમદાવાદમાં મોતનો આંકડો ૨૦ ઉપર પહોંચી ચુક્યો છે. જ્યારે અમદાવાદમાં કેસોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ગઈ છે. ગુજરાત સ્વાઈન ફ્લુના કારણે અસરગ્રસ્ત રાજ્યોમાં દેશમાં બીજા સ્થાને છે. રાજસ્થાન આ વર્ષે સ્વાઈન ફ્લુના કારણે મોતના મામલામાં પ્રથમ સ્થાને છે જ્યારે વર્ષ ૨૦૧૯ના પ્રથમ બે મહિનામાં અમદાવાદમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. પ્રથમ બે મહિનામાં જ ૯૯૩ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સ્વાઈન ફ્લુના કારણે દરરોજ નવા નવા કેસો નોંધાઈ રહ્યા છે. સરેરાશ ૧૦૦ કેસો સપાટી પર આવી રહ્યા છે. અમદાવાદ ઉપરાંત ભાવનગર, જુનાગઢ અને રાજકોટમાં પણ કેસો નોંધાયા છે. માર્ચ મહિનામાં જ સ્વાઈન ફ્લુના કેસોમાં અમદાવાદ ટોપ ઉપર છે. અમદાવાદમાં માર્ચ મહિનામાં સ્વાઈન ફ્લુના ૫૮ નોંધાયા છે. સ્વાઈન ફ્લુને રોકવામાટે તંત્ર તરફથી તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. સિઝનલ ફ્લુના કારણે અનેક દર્દીઓ સરકારીની સાથે સાથે ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા અને અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો આતંક વધારે દેખાઈ રહ્યો છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે. ગયા વર્ષે સ્વાઈન ફ્લૂના મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. તંત્ર દ્વારા આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા. દેશના સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત સૌથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ રહ્યું હતું. રાજસ્થાન સહિતના રાજ્યોમાં સ્વાઈન ફ્લૂના કેસો સપાટી પર આવી ચુક્યા છે. ગુજરાત સૌથી વધુ ગ્રસ્ત છે.

Previous articleસીબીએસઈ ધોરણ-૧૨ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ
Next articleશિવરાત્રિના ફળાહાર માટે બજારમાં શક્કરીયાં-બટાકાનું આગમન