લીડ બેંક ભાવ.નાં વાર્ષિક ક્રેડીટ પ્લાન ૨૦૧૯-૨૦નું વિમોચન

677

વિવિધ પ્રાથમિક વાળા ક્ષેત્રોના વિકાસની સંભાવનાઓને ધ્યાને રાખી ભાવનગર જીલ્લામાં વર્ષ ૨૦૧૯-૨૦ માટે એન્યુઅલ ક્રેડિટ પ્લાનમાં રૂા.૭૫૦૦ કરોડના બેન્ક ધિરાણની શક્યતાનું આકલન કરવામાં આવ્યું છે. જેમાં કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાધ્યાન્ય આપી પાક ધિરાણ માટે રૂા.૨૫૬૪ કરોડ (૩૪ટકા)મધ્ય અને લાંબી મુદતના ખેતી ધિરાણ માટે રૂા.૮૩૮ કરોડ (૧૧ટકા)એમએસએમઈ સેકટર માટે રૂા.૩૫૧૧ કરોડ (૪૭ટકા)અને અન્ય પ્રાથમિક વાળા ક્ષેત્રો જેમ કે એકસપોર્ટ, શિક્ષા, હાઉસિંગ, રિન્યુએબલ એનેરજી અને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રૂા.૫૮૭ કરોડ (૮ ટકા)નું આંકલન કરેલ છે એસીપીના આંકલન પ્રમઆમે જિલ્લાની બેન્કોની વાર્ષિક ઋણ યોજના નાબાર્ડ દ્વારા બનાવેલ (પોટેન્શયલ લિન્ક ક્રેડીટ પ્લાન આધારિત લીડ બેન્ક દ્વારા તૈયાર કરવામાં આવે છે. અને જિલ્લામાં આવેલ કુલ ૩૯ બેન્કોની ૩૦૩ શાખામાં આપવામાં આવેલ ધિરાણોના ટાર્ગેટને હાંસલ કરવાના પ્રયાસો કરે છે.

ભાવનગર ખાતે યોજાયેલ બેન્કર્સની ત્રિમાસિક રિવ્યુ મીટીંગમાં ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરવાલના વરદહસ્તે આ એસીપી ૨૦૧૯-૨૦નું વિમોચન કરવામાં આવ્યું હોવાનું લીડ બેન્ક મેનેજર સુચીન ત્રિવેદીએ જણાવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેકટર કેલયયા, આરબીઆઈના લીડ ડિસ્ટ્રીકટ ઓફિસર ઓઝા, નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક મુર્તિ, તથા અન્ય બેન્કો સરકારી કચેરીના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Previous articleમહુવા શાળા ખાતે આં.રા. મહિલા દિનની કરાયેલી ઉજવણી
Next articleરાજુલાના રામપરા(ર)ના દિવડો વિસ્તારમાં પીવાનું પાણી પહોંચ્યું