મારમારીના ગુનામાં બે વર્ષથી ફરાર હાથબનો શખ્સ ઝડપાયો

800

આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટરએસ.એન. બારોટના માર્ગદર્શન અને સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી નાસતા ફરતા આરોપીઓની તપાસમાં  હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. પ્રદીપસિંહ ગોહીલ ને મળેલ બાતમી આધારે વરતેજ પોલીસ સ્ટેશનના મારા મારીના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જગદીશ ઉર્ફે કાળુ પોપટભાઇ બારૈયા ઉ.વ.૩૮ રહેવાસી હાથબ ગામ વાળાને કોળીયાક બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના અનિરૂધ્ધસિંહ ગોહીલ, પ્રદીપસિંહ ગોહીલ તથા મહિપાલસિંહ ગોહીલ જોડાયા હતા.

Previous articleમેડીકલ કોલેજમાં મહિલા દિનની ઉજવણી
Next articleજીજ્ઞેશદાદાની ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી