ચોરી કરેલી ૧૧ સીએનજી રીક્ષા સાથે ત્રણને ઝડપી પાડતી બોટાદ પોલીસ

1290

બોટાદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચનાથી પોલીસ ઈન્સપેકટર એસઓજીના એમ.એમ.દિવાન માર્ગદર્શન હેઠળ એસઓજી તથા પેરોલ-ફર્લો સ્કોડનો સ્ટાફ ખાનગી / સરકારી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમી હક્કિત મળેલ કે હરણકુઈ વીસ્તારમાં રહેતા મારૂકભાઈ અન્વરભાઈ વારૈયા (ઉ.વ.ર૧), આશીફ ઉર્ફે ડુટો યાકુબભાઈ પાધરશી (ઉ.વ.ર૯) રહે. સાળંગપુર રોડ, પાસે અલગ-અલગ નંબર વગરની રિક્ષા કુલ ૦૪ છે. તેઓએતથા તેઓના મિત્ર સાથે મળી જે ચોરેલ સીએનજી રિક્ષાઓ મજકુરોએ અમદાવાદ ખાતેથી જુદી જુદી જગ્યાએ પાર્ક કરેલ અલગ-અલગ જગ્યાએથી સીએનજી રિક્ષાઓને પોતાની પાસે રહેલ ડુપ્લીેકટ ચાવીઓ લગાડી ચોરેલ હોવાની બાતમી આધારે વોચમાં રહી ઉપરોકત ઈસમ સીઅનેજી રીક્ષા સાથે આવતા તેને રોકવા પુછપરછ કરતા અને સીએનજી રીક્ષાના એન્જીન-ચેસીસ નં. પોકેટ કોપ (એકલવ્ય્‌) સોફટવેરનો ઉપયોગ કરતા જાણવા મળેલ કે સદર સીએનજી રીક્ષા અલગ-અલગ નામની માલિકની આવતી હોય જે રીક્ષાઓ બાબતે પુછતા પોતે અમદાવાદ ખાતેથી જુદી-જુદી જગ્યાએથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે. જે તમામ કુલ -૦૪ સીએનજી રીક્ષા મળી આવેલ.

ત્યાર બાદ બોટાદ મોહમંદ નગર વિસ્તારમાં રહેતા તાહીરહુસૈન અલારખાભાઈ વોરા (ઉ.વ.૩૭) વાળા પાસે કાગળ વગરની કુલ રિક્ષા ૦૭ હોવાની ખાનગી રાહે ચોકકસ બાતમી હક્કિત મળેલ હોય જે બાતમી આધારે  મોહમંદ નગર વિસ્તારમાં રહેતા તાહીર હુસૈન અલારખભાઈ વોરાના ઘર પાસેથી કુલ -૦૭ સીએનજી રીક્ષાઓ મળી આવેલ મજકુર પોતે આ ચોરીની રીક્ષાઓ વેચવા સારૂ લાવેલ હોવાની કબુલાત આપતો હોય. જે આ તમામ સીએનજી રીક્ષાઓ-૧૧ જેની કુલ કિરૂા. ૧૧,૧૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

Previous articleઈંગ્લીશ દારૂના ગુનાના ફરાર આરોપીને ભાવનગર આરઆરસેલએ ઝડપી લીધો
Next articleગઢડા ગોપીનાથજી મંદિરની બહેનો દ્વારા બે લાખનો ચેક શહિદ પરિવારને આપ્યો