આગામી લોકસભાની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં મહેન્દ્ર પનોતનું નામ મોખરે

992

હાલ ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે જિલ્લાના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. ત્યારે કયાંક મનામણા તો કયાંક રીસામણા અત્યારથી ચાલી રહ્યા છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાવનગર જિલ્લાના મહેન્દ્રભાઈ પનોતનું નામ છેલ્લા ઘણા જ દિવસોથી ચર્ચાય રહ્યું છે ત્યારે તેનો પરિચય મેળવીએ.

મહેન્દ્રભાઈ અમરજીભાઈ પનોત કે જેઓ વિપ્ર પરિવાર (બ્રહ્મ સમાજ)ના છે.  સામાન્ય ખેડુત પરિવારના આંગણે જન્મ લઈ સામાન્ય ધો. ૧થી લઈ બી.કોમ. એલ.ડી.સી. સુધીનો  અભ્યાસ પિતાની ખેતીમાં મદદ કરીને પુર્ણ કરેલ હતો. મુળ તળાજા તાલુકાના સમઢીયાળાના વતની છે. અને હાલ ખેતી, પશુપાલન અને વ્યાપાર કરે છે. અને ભાવનગર ખાતે પોતાનું નિવાસ સ્થાન ધરાવે છે.

મહેન્દ્રભાઈ પનોત કે જેઓ અભ્યાસ પુર્ણ કરી ૧૯૮૬માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ પોતાની રાજકીય કારકીર્દીની શરૂઆત કરી હતી. ભાજપા સંગઠન તેને વિવિધ જવાબદારીઓ સોપં હતી. સાથે સાથે ભાવનગર જિલ્લામાં શ્વેત ક્રાંતીનો મહેન્દ્રભાઈને વિચાર આવતા ર૦૦૧માં ભાવનગર જિલ્લા દુધ ઉત્પાદક સંઘની સ્થાપના કરી હતી અને જેમાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો સાથે સારો એવા ધરોબો ધરાવતા મહેન્દ્રભાઈ દ્વારા ગામડે-ગામડે દુધ ડેરીઓ (મંડળીઓ)ની સ્થાપનાઓ કરાવી દુધ કલેકશન સેન્ટરો બનાવી જિલ્લા સંઘની સિહોર સ્થીત ફેકટરી કે જે હાલ સર્વોતતમ ડેરી તરીકે ઓળખાય છે. જેમાં કલેકશન શરૂ કરેલ અને એશીયામાં હાલ દુધ ઉત્પાદકોને સૌથી ઉંચા ભાવ આપનાર ડેરી છે. આ સંસ્થાના સ્થાપક – શ્વેત ક્રાંતીના મહેન્દ્રભાઈ હાલ ચેરમેન તથા ગુજરાતની અગ્રણી એવી અમુલ તેની સાથે ટાઈપ કરી અમુલની દરેક પ્રોડકટસ હાલ સિહોરથી જ બને છે. સાથે સાથે પશુઓ માટે દાણ ફેકટરી પણ બનાવી છે. જેમાં બનેલ પોષ્ટીક દાણ પશુઓ માટે ખુબ જ ફાયદાકારક છે.ત ેમજ સહકારી સંસ્થાજિલ્લાની બેંક ભાવનગર ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંકમાં પણ ર૦૦પ થી ર૦૦૮ સુધી ડીરેકટર રહી ચુકયા છે. તથા ગુજરાત કો. ઓપરેટીક મિલ્કત માર્કેટીંગ ફેડરેશન લિ. (અમુલ) આણંદના ડાયરેકટર તરીકે ર૦૧૧ થી વૃતમાન સમય સુધી ફરજ બજાવે છે. તથા જિલ્લાની અગ્રણી એવી સર્વોતતમ ડેરી દ્વારા સર્વોત્તમ દાણ ફેકટરીનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયેલ છે. ત્યારે જે ગૌરવ લેવા જેવી બાબત છે.

વર્તમાન સમયમાં મહેન્દ્રભાઈ ગીર-સોમનાથ જિલ્લાના પ્રભારી છે. તેમજ રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન પ્રકલ્પના પ્રદેશ સંયોજક તથા કિસાન મોર્ચા અંતર્ગત ડેરી અને પશુપાલન આયામના પણ પ્રદેશ સંયોજક છે. ત્યાં હાલ ૧૯૮૬ થી ર૦૧૯ (વર્તમાન) ટોટલ ૩૩ વર્ષ પુરી નિષ્ઠા પક્ષ તરફની વફાદારી કોઈ દાગ વગર પ્રમાણિકતાથી તમામ  જવાબદારીઓ નિભાવી છે અને જિલ્લામાં ખુબ જ લોક ચાહના ધરાવે છે અને પશુપાલન સાથે જોડાયેલા તમામ સમાજ, સામાન્ય નાગરિકથી લઈ તમામ જ્ઞાતિના લોકોમાં સારી છાપ ધરાવનાર મહેન્દ્રભાઈ પનોતના નામ પર મહોર લાગે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. ત્યારે લોક જુવાળમાંથી જ જાણવા મળ્યું છે કે કોઈપણ ભેદભાવ વગર કોઈપણ રાજકિય કિન્નાખોરી વગર જ મહેન્દ્રભાઈને જિલ્લાની ધરા સોંપવાનો જ નિર્ધાર કર્યો છે. તેઓનું નામ પણ મોખરે છે. અને આવનાર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેન્દ્રભાઈ પનોતના નામની જ જાહેરાત કરી એંક ચોકકસ વિશ્વાસુ, નિષ્ઠાવાન, વફાદારને આગામી લોકસભામાં જિલ્લાનું પર્તિનિધિત્વ સોંપે  તેવી લોક માંગ ઉઠી છે.

Previous articleએમએસડબલ્યુ સેમ-૧માં ૭મો રેન્ક મેળવતી પૂનમ અહુજા
Next articleસિહોર નગરપાલિકા દ્વારા મુકાયેલ ડસ્ટબીનો ફરી ધરાશયી