જેસરના રબારીકા ગામમાંથી ઘાતક હથિયારો સાથે ૩ શખ્સ ઝડપાયા

1515

આગામી લોકસભા ચૂંટણી અનુસંઘાને કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈર હે અને આદર્શ આચાર સંહિતાનો અસરકારક અમલ કરવા માટે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, મહુવા ડીવીઝનના ના.પા.અધિ. આર.એચ.જાડેજા તથા ભાવનગર એલસીબીના પો.ઇન્સ. એચ.એન. બારોટ, મહુવા પો.સ્ટે. પો.ઈન્સ ડી.એમ. મિશ્રા તથા એલસીબી/ મહુવા પોલીસ કાફલાએ પો.અધિ. ભાવનગરને મળેલ બાતમી આધારે તા. ૧૬-૩-ર૦૧૯ના રોજ સુનિયોજીત સંયુકત ઓપરેશન હાથ ધરી જેસર પો.સ્ટે.ની હદના રબારીકા ગામના શિવરાજભાઈ ઉર્ફે મુન્નાભાઈ રામભાઈ વિછીયાના ઘરમાંથી ચાર દેશી બંદુકો તથા ભાલા, તલવાર, ધારીયા, ફરશી તથા કડીયારી લાકડી જેવા ઘાતક હથિયારોનો મોટો જથ્થો પકડી પાડેલ અને આરોપી શિવરાજ ઉર્ફે મુનાભાઈ વિછીયાને તેને વાડીમાંથી અન્ય બે આરોપીઓ ભાવેશભાઈ ભગવાનભાઈ સવાયા રહે. સાવરકુંડલા તથા રમેશભાઈ લાભુભાઈ જશાણી રહે. સાવરકુંડલા વાળા સાથે દારૂ પીધેલ હાલતમાં મળી આવતા ઈંગ્લીશ દારૂની બોટલ સાથે પકડી લઈ ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ જેસર પો.સ્ટે. ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુનાની તપાસ જેસર પો.સ્ટે.ના પો.સ.ઈ. વિ.એ. જાડેજા ચલાવી રહ્યા છે.

Previous articleરાજુલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઓનલાઈન છેતરપીંડી અંગે રજૂઆત
Next articleમાવતર સંસ્થા દ્વારા વડિલો માટે રમત મહોત્સવ આયોજન કરાયું