વેરાવળમાંથી ઈંગ્લીશ દારૂનો ૧.૪પ લાખો મુદ્દામાલ ઝડપી લેતી પોલીસ

0
626

આજ રોજ તા. ૧૬-૩ના રોજ વેરાવળ સીટીના ઈ.ચા. પોલીસ ઈન્સ. બી.એન. મોઢવાડીયા, પો. સબ ઈન્સ. એમ.એચ.પટેલ, પો.હેડકોન્સ. રામદેવસિંહ ઈન્દુભા, દેવદાનભાઈ માણંદભાઈ, નટુભા ભાભલુભા, ગીરીશભાઈ મુળાભાઈ, પ્રદિપસિંહ  વાલાભાઈ, અરજણભાઈ મેસુરભાઈ તથા વિનુભાઈ દુર્લભભાઈ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હેડ કોન્સ. રામદેવસિંહ ઈન્દુભા તથા દેવદાનભાઈને બાતમી મળેલ કે, સોમનાથ ટોકીઝ અજમેરી કોલોનીમાં સુફીયાન અલ્લારખાભાઈના મકાનની બાજુમાં એક બંધ હાલતી ટાવેરા ફોર વ્હીલ રજી નંબર જી.જે. ૧૦ એએ ૯૧૯ર વાળી કારમાં મોહસીન સતા છુરી નામના શખ્સે દારૂ છુપાવેલ હોય જે કાર ચેક કરતા કારમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ ર૭૬/- કિ.રૂા. ૯૯,ર૦૦ મળેલ તેમજ ટાવેર ફોરવ્હલ રજી. નં. જી.જે.૧૦ એએ ૯૧૯રબ્ની કિ.રૂા. પ૦,૦૦૦/- મળી કુલ કિ. રૂા. ૧,૪પ, રર૦નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડેલ અને આ જથ્થો છુપાવનાર અને હાજર નહીં મળી આવનાર મોહસીન સતાર છુરી નામના શખ્સ વિરૂધ્ધ વેરાવળ સીટી પો.સ્ટે.માં ગુનો રજી કરાવી પ્રોહીનો ગણનાપત્ર કેસ શોંધી કાઢેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here