અપહરણના ગુનાના ફરાર આરોપીને સુરતથી ઝડપી લેતી આરઆરસેલ

1050

આર.આર. સેલના સ્ટાફના માણસોને બાતમીરાહે હકિકત મળેલ કે, નિલમબાગ પો.સ્ટે.ના અપહરણ સહિતના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ગુલાબ કરીમભાઇ સમા રહેવાસી લાઠી, જી.અમરેલી વાળો હાલ સુરત, કતારગામ ખાતે રહે છે જે હકિકત આધારે આર.આર.સેલની ટીમ સુરત ખાતે તપાસમાં ગયેલ અને મજકુર આરોપી ગુલાબભાઇ કરીમભાઇ સમા/સીપાઇ ઉ.વ.૨૬ રહેવાસી મુળ ગામ-ખોડીયારનગર, સબ સ્ટેશન પાસે, લાઠી, હાલ- સુરત, વાળાને સુરત, કતારગામ,પીપલ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી ભાવનગર ખાતે લાવી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleઘોઘામાં હજરત રોશન ઝમીર ચોભાપીરના ઉર્ષની ઉજવણી
Next articleક.પરા. દેરાસર ખાતે ભાતાનો પાલ