રૂા. ૪.૧૬ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લેતી અલંગ પોલીસ

1354

અલંગ પોલીસ સ્ટાફ સાથે સરકારી જીપમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન ફરતાં-ફરતાં ત્રાપજ ગામે આવતાં ઇ/ચા. પોલીસ ઇન્સ.વી.એ.સેંગલ અલંગ પો.સ્ટે.ને ખાનગીરાહે બાતમી મળેલ કે, ત્રાપજ ગામે ત્રાપજ થી સથરા જવાના રસ્તે બપાડા ખાતા તરીકે ઓળખાતી સીમમાં આવેલ ત્રાપજ ગામના હરપાલસિંહ ટપુભા ગોહીલ તથા દિવ્યરાજસિંહ ઉર્ફે કડી બળભદ્દ્રસિંહ ગોહીલ રહે.બંન્ને ત્રાપજવાળાએ પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં ગે.કા. પાસ પરમીટ વગર ભારતિય બનાવટનો ઇગ્લીંશ દારૂનો જથ્થો વેંચાણ અર્થે રાખેલ છે. જેથી તુરંત જ બાતમીવાળી જગ્યાએ પોલીસ સ્ટાફ સાથે રેઇડ કરતાં  આરોપી  હરપાલસિંહ ટપુભા ગોહીલ રહે.ત્રાપજવાળો કાંટાની વાડ કુદી ભાગી ગયેલ છે. અને વાડીમાં આવેલ ઓરડી પાછળ ઝાડની ડાળીઓના ઢગલા નીચે જોંતા ઇગ્લીંશ દારૂની સીલપેક પેટીઓમાં બોટલો નંગ-૧૦૫૩ તથા  ટીન ની સીલપેક પેટીઓમાં બિયર ટીન નંગ-૧૦૦૨ મળી કુલ કિ.રૂ.૪,૧૬,૧૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ છે. આ કામગીરીમાં અલંગ પો.સ્ટે.ના ઇ/ચા.પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ.સેંગલ તથા ડી.વી.વાળા તથા  વી.જે.ચૌહાણ તથાપિનાંકભાઇ બારૈયા તથા  પોપટભાઇ શિયાળ તથા પો.કોન્સ. નિકુંજભાઇ મહેરા વિગેરે પોલીસ સ્ટાફના માણસો હતાં. આમ ઇગ્લીંશ દારૂનો મોટો જથ્થો પકડી પાડી ઉપરોક્ત મજકુર બંન્ને આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર ની કાર્યવાહી કરેલ છે.

Previous articleલાખયાણી ગામના પેરોલ જમ્પ કરી ફરાર આરોપીને ઝડપી લેતી પોલીસ
Next articleમાલવણ ગામની સીમમાંથી ૮૦૦ લીટર દારૂ ઝડપાયો