માલવણ ગામની સીમમાંથી ૮૦૦ લીટર દારૂ ઝડપાયો

911

આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શિહોર તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન હે.કો જીતેન્દ્રસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે  માલવણ ગામના ઘર્મેન્દ્રસિંહ બોઘુભા પોતાના કબ્જા ભોગવટાની વાડી માલવણ ગામની ગઢીયા ઘાબા વાડી તરીકે ઓળખાતી સીમમાં દેશી દારૂ રાખી વેચાણ કરે છે. જે હકિકત આઘારે રેઇડ કરતા તેના કબ્જાની વાડી માંથી પ્લાસ્ટીકના કેરબા નંગ-૧૫ તથા પ્લાસ્ટીકના કોથળ નંગ-૧૯માં  દેશી દારૂ કુલ લીટર-૮૦૦ કિ.રૂ. ૧૬,૦૦૦/-નો તથા પ્લોસ્ટીકના ટીપ નંગ-૦૫ માં દેશી દારૂ ગાળવાનો આથો લી.૧૦૦૦ ટીપ સહીત કિ.રૂ ૩૦૦૦/- મળી કુલ ૧૯,૦૦૦/- નો મુદામાલ મળી આવતા આરોપી  ઘર્મેન્દ્રસિંહ બોઘુભા ગોહિલ રહે. માલવણ વાળા હાજર નહી મળી આવતા તેના વિરૂધ્ધમાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

Previous articleરૂા. ૪.૧૬ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લેતી અલંગ પોલીસ
Next articleમહાપાલિકાનું બજેટ સર્વસંમતિથી મંજુર કરાતા વિપક્ષોનો વોકઆઉટ