ઉમાકાંત રાજયગુરૂને માતૃભાષા સંવર્ધન પારિતોષિક એનાયત

653

ગુજરાત પુસ્તક પરબ થકી રાજયના વિવિધ જિલ્લાઓમાં રૂા. ૧.રપ કરોડના ગુજરાતી પુસ્તકોનું વિતરણ કરનાર શિક્ષણવિદ ડો. પ્રતાપભાઈ પંડયા પ્રેરિત દ્વિતીયા માતૃભાષા સંવર્ધન પારિતોષિક તળાજાના શિક્ષક .માકાંત રાજયગુરૂને એનાયત કરાયેલ.

આપણી ભાષા મુર્ધન્ય કવિ-લેખક માધવ રામાનુજ તથા ગુજરાત સાહિતય અકાદમીના પુર્વ મહામાત્ર હર્ષદભાઈ ત્રિવેદીની પ્રેરક ઉપસ્થિતિમાં શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલ સમારોહમાં ઉમાકાંતભાઈ રાજયગુરૂને ટ્રોફી, રૂા. ૧૧૦૦૦/- તથા પુસતક સંપુટથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે માતૃભાષાના વ્યવસ્થાપનને નિયમિત કરવા માટે સતત પ્રવાસી રહી વ્યાખ્યાનો નિદર્શન આપતા રહી પથી વધુ પુસ્તકો આપનાર ઉમાકાંતભાઈના ભાષાના બંધારણ વિષયે નવા ત્રણ પુસ્તકોનું વિમોચન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લેખકો, કવિઓ, સાહિત્ય રસીકો, આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleઆઠ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોરતળાવ પોલીસ
Next articleચકલીના માળા અને કુંડાનું વિતરણ