ભાવનગર લોકસભા બેઠક માટે ભાજપનું વિજય સંકલ્પ સંમેલન

936

ભાવનગર લોકસભા સીટ નું વિજય સંકલ્પ સંમેલન કાર્યક્રમ આજ રોજ ભાવનગર મહાનગર ખાતે ઓમ પાર્ટી પ્લોટ, ચિત્રા ખાતે મળેલ જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, શિક્ષણ મંત્રી અને પ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ રાજ્ય મંત્રી જયેશભાઇ રાદડિયા, મંત્રી વિભાવરીબેન દવે, સંગઠન પ્રભારી મહેશભાઈ કસવાલા, ઉમેદવાર ભારતીબેન શિયાળ, જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, લોકસભા સીટના ઇન્ચાર્જ હર્ષદભાઈ દવે, સહ ઇન્ચાર્જ હરુભાઈ ગોંડલીયા, પૂર્વ સંસદરાજુભાઇ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહ ભર્યા માહોલમાં વિજય માટેના સંકલ્પ સાથે લોકસભા જીતવાના નીર્ધાર વ્યકત કરતા સમગ્ર પાર્ટી પ્લોટ ભારત માતાના જય ઘોષ અને મોદી હે તો મુમકીન હે ના નારા સાથે સમગ્ર વાતાવરણ વાયબ્રન્ટ અને ચૂંટણી લક્ષી બનતા કેસરિયા વાતાવરણમાં ભા.જ.પા.નો વિજય નિશ્ચિત બન્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોએ કાર્યકર્તાઓને જોશ ભરતા પ્રચંડ લીડ થી લોકસભા સીટ જીતવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Previous articleકાળીયાબીડની સગીરા, આણંદપરની યુવતિએ ઝેરી દવા પી આપઘાત કર્યો
Next articleઆરઆરઆર ફિલ્મમાં હવે વરૂણ તેમજ સંજયની એન્ટ્રી