ભાવનગર મહાપાલિકાના દ્વારેથી

808

વિભાવરીબેન દવેએ સેવા સદનની મુલાકાત લીધી

ભાવનગર પુર્વના ધારાસભ્ય અને મંત્રી વીભાવરીબેન દવે આજે સેવા સદનની મુલાકાતે આવ્યા હતાં. તેઓ મેયર મનભા મોરી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલ નેતા પંડયાને મળ્યા હતાં મેયર ચેમ્બરે ઠીક સમય સુધી રોકાયા હતાં.

બાકી ટેક્ષ વસુલવા નોટીસો ફટકારી

ભાવનગર હાદાનગર સત્યનારાયણ સોસાયટી, શીવ શક્તિ રામાપીરના મંદીર લતાના લોકો વેરા ભરવાની નોટીસો આવતા ચેરમેન હરેશ મકવાણા અને ઘનશ્યામભાઈ ચુડા સાથે તંત્રને મળ્યા હતા અને ર૦૧૩ પહેલાના બાકી વેરા બીલો આવતા આ મુદ્દે રજુઆતો કરાય હતી. ર૦૧૩ પહેલાના બાકી વેરાના બીલો નોટીસો આવતા લોકો કમિશ્નરને મળવા આવ્યા હતાં. અને રજુઆતો કરી હતી.

પાણી પ્રશ્ને રજુઆત

ફિરદોસ્ત સોસાયટી જનાકુંડ વિસ્તારમાં પાણી પ્રશ્ને સેવા સદન સમક્ષ રજુઆત થવા પામી છે. આ અંગે અવાર-નવાર જુઆતો થઈ રહી છે. તંત્ર દ્વારા તાકિદે ધ્યાને લેવા રજુઆત થવા પામી છે.

વ્યવસાય વેરા ખાતે રૂા. ૪ કરોડ ઉપરાંત વસુલાત આવી

ભાવનગર મહાપાલિકા વ્યવસાય વેરા ખાતે તા. ૧-૪-ર૦૧૮થી રૂા. ૪ કરોડ ૯પ લાખ ૩૧ હજાર પ૯પ જેવી આવક મળવામાં છે. તા. ૧-૪-૧૮થી ૬-૩-૧૯ સુધીમાં વ્યવસાય વેરાને લઈનેર ૧૦ નોટીસો બાકીદારોને દેવાય છે. બાકીદારોની સંખ્યા ૩ર૦૦ હોવાનું જાણવા મળે છે. વ્યવસાય વેરા વિભાગ દ્વારા બાકી વસુલાતો મેળવવા તંત્ર દ્વારા સઘન કામગીરી ચાલી રહ્યાનું જાણવા મળે છે.

પીરછલ્લા વોર્ડનો રિસર્વે પુરો થયા : બે કરોડ આવક વધશે

ભાવનગર મહાપાલિકા પીરછલ્લા વોર્ડનો રિસર્વેનો કાર્યક્રમ પુરો થવામાં છે. આ રિસર્વેમાં ૧૮ હજાર પ૦૦ જેવી મિલ્કતોનો ઉમેરો થયો છે. હવે આ અંગે અંદાજીત રૂા. બે કરોડ જેવી રકમોનો અંદાજે વધારો થશે. પીરછલ્લા વોર્ડ આકારણી ફોર્મ ૧પ-ર અને ર૦-રની નોટીસો પજવણીનું સેવા સદનનું કામ પુર ઝડપે ચાલી રહ્યું છે.

નવા ભળેલા પ ગામોનો હવે સર્વે શરૂ થશે

ભાવનગર મહાપાલિકા ભળેલા પાંચેક નવા ગામોનો સર્વેબ ાકી છે. જેમાં અકવાડા, તરસમીયા, રૂવા અને સિંદસરનો સમાવેશ થાય છે. આ સર્વે માટેની તંત્ર દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. બાકી વોર્ડ માટે સર્વેની કાર્યવાહી ચાલી રહી છે. આ સર્વે કાર્યવાહી પછી ટેકસ વિગેરે બાબતની કાર્યવાહી પણથનાર છે. તેમ જાણવા મળે છે.

Previous articleઉચૈયા પ્રા.શાળામાં ધુળેટીની ઉજવણી
Next articleજવેલર્સ સર્કલ ધોબી સોસાયટી પાસે જુગાર રમતા પ ઝડપાયા