આર્મીની તાલીમ પુર્ણ કરી આવતા દાતરડીના નિલેષ શિયાળનું સન્માન

554

રાજુલાના તાલુકાના દાતરડી ગામનું તેમજ કોળી સમાજનું ગૌરવ વધારતા ફોજમાં સીલેક થતા ફોજી નિલેષભાઈ શિયાળનો સન્માન સમારોહ જિલ્લા ભાજપમંત્રી ચેતનભાઈ શિયાળના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

દાતરડી મુકામે આર્મીમાં ભરતી થયા બાદ તાલીમ કરી પરત ફેરલ આર્મીમેન નિલેશભાઈ શિયાળનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં માર્કેટીંગ યાર્ડ ટીંબીના ચેરમેન ચેતનભાઈ શિયાળ, રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ જીલુભાઈ બારૈયા, વિસળીયા ગામ સરપંચ વિક્રમભાઈ શિયાળ, મધુભાઈ સાંખટ, રાકેશભાઈ શિયાળ, વિપુલભાઈ શિંગડા તેમજ નિંગાળાના સંત અમરદાસ બાપુ તેમજ સંતોએ મા ભોમની રક્ષા માટે સીલેક થતા નિલેષભાઈ શિયાળને તેમજ ટીબી માર્કેટયાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળેનું પણ સન્માન ગામ આગેવાનો દ્વારા કરાયું હતું.

Previous articleલાઠી ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ
Next articleખોરાક વિષે ખોટા ખતરનાક ખ્યાલો