કનાડ ગામની વાડીમાં વૃધ્ધની હત્યા કરાયેલી લાશ મળી આવી

1059

સિહોર તાલુકાના કનાડ ગામની સીમમાં મહાણીયો ઘરો નામની વાડીમાંથી બોથર્ડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરાયેલી વૃધ્ધની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામેલ છે. આ બનાવ અંગે સિહોર પો.સ્ટે.માં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઈ છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સીહોર તાલુકાના કનાડ ગામે રહેતા બોધાભાઈ વધાસીયા નામના વૃધ્ધની કનાડ ગામની સીમમાં આવેલ મહાણીયો ધરો નામની વાડીમાંથી માથાના ભાગે બોથર્ડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવતા સિહોર પો.સ્ટે.માં જાણ કરાતા સિહોર પોલીસ કાફલો ઘટના સ્થળે  દોડી ગયો હતો.

આ બનાવ અંગે વિજયભાઈ મનજીભાઈ વધાસીયા (ઉ.વ.રર) રહે. કનાડ નમાના યુવાને સિહોર પો.સ્ટે.માં ફરિયાદ કરેલ કે ગત તા. રપના રાત્રીના ૮ વાગ્યાથી તા. ર૬ના રાત્રીના ૯ વાગ્યા સુધીમાં દાદા બોધાભાઈની કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ડાબા કાન તથા માથાના ભાગે બોથર્ડ પદાર્થના ઘા-ઝીકી હત્યા કરી નાસી છુટયા હતાં. બનાવ અંગે સિહોર પોલીસે અજાણ્યા  શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ મરણજનાર બોધાભાઈનો પુત્ર કોઈ પરણીત યુવતિને નસાડી ગયો હોય તેને પાછો બોલાવવા માટે હત્યા કરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.