ભાવનગર ના વહીવટી તંત્ર પાસે ઈવીએમ ને સાચવવા માટે વેર હૉઉસ ની સુવિધા હતી નહિ આથી હવે ચૂંટણી પંચ દ્વારા ભાવનગર માં એક વેર હૉઉસ બનવામાં આવ્યું છે જેના કારણે અતયાર સુધી ચૂંટણી નું કામ પૂરું થયા બાદ ઈવીએમ શૈક્ષણિક સન્સ્થાનો માં મુકવા પડતા હતા જે હવે આ વેર હૉઉસ માં મુકવામાં આવશે ભાવનગરમાં સીટી મામલતદાર ની કચેરી પાસે ૩૨૦૦ ચોરસ મીટર ની જગ્યામાં ૩.૧૪ કરોડ ના ખર્ચે આ વેર હૉઉસ બનાવવામાં આવ્યું છે આ વેર હૉઉસમાં ચૂંટણી પુરી થયા બાદ ૪૦૦૦ જેટલા ઈવીએમ મશીનો સાચવી શકશે. અતિ આધુનિક સુવિધા સાથે નું આ વેર હૉઉસ બનાવવામાં આવ્યું છે અહીં ચુસ્ત સિક્યોરિટી તેમજ સીસી કેમેરા ની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે લોક્સભા ની ચૂંટણી પુરી થયા બાદ હવે ઈવીએમ અહીં સાચવવામાં આવશે તેમાં જિલ્લા કાલકેટર હર્ષદ પટેલે જણાવ્યું હતું
















