ચોરી કરેલા બાઈક સાથે ઓદરકાનો  શખ્સ વાઘાવાડી રોડ પરથી ઝડપાયો

1197

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાણન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં  ભાવનગર, વાઘાવાડી રોડ સ્વામીનારાયણ મંદિર પાસે જી.ઇ.બી. ની ઓફિસ પાસે આવતાં હેડકોન્સ. રાજપાલસિંહ મેરૂભા સરવૈયા એ એક ઇસમને નંબર પ્લેટ વગરના મો.સા. સાથે પકડતા જેનું નામ સરનામું પુછતા સુરપાલસિંહ ઉર્ફે સુરૂભા ઘોરૂભા ગોહિલ ઉવ. ૨૭ ઘંઘો-ખેતીનો રહે. ઓદરકા તા. ઘોઘાવાળા હોવાનું જણાવેલ.તેનાં કબ્જામાં રહેલ કાળા કલરનું હિરો હોન્ડા મો.સા. નંબર પ્લેટ વગરનું જેના રજી.બુકનાં કાગળો કે આધાર માંગતાં પોતાની પાસે નહી હોવાનું જણાવેલ.જે હીરો હોન્ડા સ્પ્લેન્ડર મજકુરે  ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું જણાતું મો.સા. કિ.રૂ.૨૫,૦૦૦/- કલમઃ-૧૦૨ મુજબ શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ કલમઃ-૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરવામાં આવેલ.મજકુરની પુછપરછ  કરતા આજથી એક વર્ષ પહેલા ભાવનગર હિમાલીયા મોલ  પાસેથી પોતાએ ચોરી કરેલાની કબુલાત આપેલ છે.જે બાબતે ખરાય કરતા  નિલમબાગ પો.સ્ટેમાં  ગુન્હો નોઘાયેલ છે.

Previous articleધંધુકા – રાણપુર રોડ ઉપર ડમ્પરની અડફેટે બાઈક ચાલક યુવાનનું મોત
Next articleનવ વર્ષની માસુમ બાળા ઉપર દુષ્કર્મ કરનારને આજીવન કેદ