શો-રૂમમાંથી ચોરેલી ઈનોવા કાર સાથે ૩ને ઝડપી લેતી આરઆરસેલ

1171

આજરોજ આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર તથા સ્ટાફના માણસોને નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે નારી ચોકડી પાસેથી આરોપી  તૌસીફભાઇ હુસેનભાઇ પઠાણ ઉ.વ.૨૫ ચિત્રા, આખલોલ જકાત નાકા, હુસૈની ચોક, રોહીત ઘનશ્યામભાઇ શર્મા ઉ.વ. ૨૨,  સવગુણનગર, વરતેજ, સચીનભાઇ દિનેશભાઇ બારૈયા ઉ.વ.૨૦, રહેવાસી-વરતેજવાળાઓને ચોરી કરેલ ક્રિસ્ટા કાર આર.ટી.ઓ. રજી.નં-જીજે -૦૪- સીઆર -૪૬૧૯ કિ.રૂ.૧૭,૨૫,૦૦૦/- સાથે ઝડપી પાડી કાર ચોરી બાબતે ખરાઇ કરતા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય જેથી મજકુર ઇસમો વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેને બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે ઉપરોકત ત્રણેય ઇસમો પૈકી તૌસીફભાઇ હુસેનભાઇ પઠાણ ટોયોટો શો રૂમમાં નોકરી કરતો હોય અને જેણે ઉપરોકત કાર સર્વિસમાં આવેલ હોય જેની ચોરી કરેલ હતી અને ત્રણેય ઇસમો કાર વેચવાની પેરવીમાં હતા દરમ્યાન પોલીસે આબાદ ઝડપી પાડેલ છે.

Previous articleવયમર્યાદાના કારણે નિવૃત્ત થતા સીહોર પો.સ્ટે.ના બે જમાદારનો વિદાય સમારોહ
Next articleનટરાજ સી.પી. સ્કુલનો વાર્ષિકોત્સવ