મહુવામાંથી ૩ માસ પૂર્વે ચોરાયેલી બાઇક સાથે ૩ શખ્સો ઝડપાયા

1017

મહુવાના નવાઝાપા વિસ્તારમાંથી ત્રણ માસ પૂર્વે ચોરાયેલ મોટર સાયકલ સાથે આજરોજ મહુવા પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.

આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ગત તા.૦૧-૦૧-૧૯ ના રોજ રાજીવભાઇ દિનેશભાઇ જોશી (બ્રાહ્મણ) (ઉ.વ.૩૦) રહે. મહુવાવાળાએ મહુવા પોલીસ મથકમાં પોતાની મોટર સાયકલ હિરો સ્પ્લેન્ડર જીજે૪ સીએમ ૮૪૮૭ કિંમત ૪૦,૦૦૦ રૂા.ની નવાઝાપા વિસ્તારની માણેકવાડી પાસેથી કોઇ શખ્સો ચોરી કરીને લઇ ગયા છે. તેવી ફરીયાદ નોંધાવી હતી. જ્યારે ગઇકાલે મહુવા પોલીસ વાહન ચેકીંગ અર્થે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ત્રણ શખ્સો જેમાં રફીક મહેબુબ પઠાણ (ઉ.વ.૨૧), રૂસ્તમ અનવર પઠાણ (ઉ.વ.૨૨) અને સાદીક ઇબ્રાહીમ પઠાણ (ઉ.વ.૨૨) રહે તમામ રાજાણીનગર મહુવા વાળાને ભાદ્રોડ ઝાપા પાસે અટકાવીને પુછપરછ કરાતા અને જરૂરી આધાર પૂરાવા માંગતા તેઓ એ રજુ કરેલ નહીં આથી મહુવા પોલીસે તપાસ કરતા આ મોટર સાયકલ ત્રણ માસ પહેલા ચોરાયેલ હતી તેજ છે. આથી મહુવા પોલીસના પી.એસ. આઇ.નકવી અને હે.કો. આર.જે.પરમારે ત્રણેય શખ્સોની ચોરાયેલ મોટર સાયકલ સાથે અટક કરી આગળની તપાસ હાથ ધરેલ છે.