રાજુલા તાલુકાના ઠવી ગામના લોકો ૧૮મી સદીમાં જીવી રહ્યા છે

881

સમગ્ર દેશની સાથો સાથ ગુજરાત રાજયમાં વિકાસ થયાની વાતો વચ્ચે ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રન્ટ ઉજવણી કરવામાં આવે છે. પરંતુ રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક આવેલું ઠવી ગામ હજુ ૧૮મી સદીમાં જીવી રહ્યું છે. ઠવી ગામમાં  વિજળી, પાણી, રસ્તાની સુવિધાનો તો નથી જ. સાથો સાથ ગ્રામજનોને સિંહના હુમલાનો ડર પણ સતત સતાવી રહ્યો છે. ત્યારે વાયબ્રન્ટની વાતો વચ્ચે ઠવી ગામને પ્રાથમિક સુવિધા મળે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. અને આ અંગે ગાંધીનગર સુધી રજુઆતો પણ કરવામાં આવી છે.

રાજુલા તાલુકાના ભેરાઈ ગામ પાસે ઠવી વિસ્તારના લોકો હજી વાઈબ્રન્ટ ગુજરાતમાં ૧૮મી સદીમાં જીવી રહ્યા છે. દેશમાં વિજળીકરણ થયા હોવા છતા ઠવી ગામ અંધકારમય ?, નથી પીવાનું પાણી, નથી રોડ, નથી નિશાળ અરે સિંહોના વસ્તી વાટમાં બાળકો દરગાહમાં બેસીને અભ્યાસ કરે છે. શિક્ષક છે પણ ગામમાં નિશાળનું બિલ્ડીંગ નથીબ હેન દિકરીયો ખુલ્લા કુવામાંથી દહેશત સાથે પાણી સીંચે છે અને તે પણ ક્ષાર વાળુ પાણી અનેક લોકો દરમ સ્વાસ્થય કીડનીની બિમારીઓનો ભોગ બની મૌતને ભેટે છે. આ પરિસ્થિતિની જાણ જાગૃત નાગરિક કોળી સમાજ અગ્રણી ગૌત્તમભાઈ ગુજરીયા દ્વારા હિરાભાઈ સોલંકીને જાણ કરતા હિરાભાઈ સોલંકીએ પ્રુફ સાથે ગાંધીનગર ગંભીર પ્રશ્નોની રજુઆત કરેલ છે ભલે ચૂંટણીનો માહોલ છે. આચાર સંહિતાને માન આપી ઠવી ગામની જનતા ચુપ છે જેનો અર્થ એ સમજે કે આ પ્રશ્નોને જનતા જવાદેશે ભારેલો અગ્નિ સમાન છે. જેમાં ૬૦ ઘરોમાં પાંચ પાંચ વ્યક્તિઓ સુવિધાઓથી વંચીત છે.  ગામમાં ધો. ૧ થી પ સુધીનું શિક્ષણ છે એક શિક્ષક છે શાળા ન હોવાથી દરગાહ પર બેસીને ભણી રહ્યા છે.

કુવામાંથી પાણી ભરે છે પણ બાળકો પર ગમે ત્યારે ખતરો

ઠવી ગામમાં પાણી માટે ઉનાળા અને ચોમાસામાં ર કુવામાંથી પાણી ભરે છે તે કુવા પણ અતિ ખુલ્લા છે બાળકોને મોતના મુખમાં રાખી મહિલાઓ પાણી ભરી રહ્યા છે તેવું મહિલાઓ મધુબેન વાજા, પ્રિતિબેન મકવાણા સોમીબેન સાંખટસહિતનાએ જણાવ્યું હતું ઉનાળામાં કુવામાં પાણી ખૂટતા ટાંકા મંગાવાની ફરજ પડે છે.

Previous articleતપસીબાપુના આશ્રમે યોજાયેલી ભાગવત સપ્તાહની પુર્ણાહુતી
Next articleચિત્રા વિસ્તારમાંથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા