દામનગરમાં ઓનલાઇન જુગાર રમતા ૩ શખ્સોને ઝડપી લેવાયા

963

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ કાલ તા.૦૫ ના રોજ અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી.ટીમે દામનગરના નારાયણનગરમાંથી જાહેરમાં ભેગા થઇ મોબાઇલ વડે ઓનલાઇન તીનપત્તીનો જુગાર રમી રમાડતાં વનરાજ રમેશભાઇ જાદવ ઉ.વ.૨૩ , વિક્રમ ઉર્ફ રવિ ભુપતભાઇ મકવાણા ઉ.વ.૨૨, યોગેશ ઉર્ફ ગોપાલ ભુપતભાઇ જાદવ ઉ.વ.૨૬ રોકડા રૂ.૧૦,૮૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧૩, કિં.રૂ.૫ર,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૬૨,૮૫૦/- નો મુદ્દામાલ પકડી પાડી તેની સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ ઇસમોને દામનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

Previous articleરાણપુરમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ અર્પણ કરાઈ
Next articleવલ્લભીપુરમાં ભાજપ સ્થાપનાદિન સાથે ભાજપનાં ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ થયો