તા.૦૮-૦૪-ર૦૧૯ થી ૧૪-૦૪-ર૦૧૯ સુધીનું સાપ્તાહિક રાશી ભવિષ્ય

1077

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ હજુ આ સપ્તાહમાં સુર્યગ્રહનો બંધનયોગ વધુ અપેક્ષા અને આત્મવિશ્વાસનો ત્યાગ કરવાનું સુચવે છે. સપ્તાહના અંતભાગથી સુર્યગ્રહ એક માસ માટે આપની રાશીમાં આવે છે. જે આપની રાશીમાં સુર્યગ્રહ ઉચ્ચનો બને છે તેથી ખુબ જ સારૂ ફળ આપશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં હજુ ધીરજ  ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક રીતે શુભ સમય છે જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થીક વ્યય મળી શકે છે. આપના માટે સોમવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે.બ હેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતી અને સાથે કેતુ ગ્રહનો અશુભ બંધનયોગ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. આ કપરા સમયમાં પણ સુર્યગ્રહના આર્શીવાદ મળે છે જે યેનકેન પ્રકારે કાર્યસફળતા આપી શકે છે. માત્ર સમય શક્તિનો સદઉપયોગ કરવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યો નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટકચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ માનસ્ક એકાગ્રતા અને નિરપેક્ષ ભાવથી કાર્ય કરશો તો ભવિષ્યમાં જ મહેનતનું ફળ મળી શકે છે. સપ્તાહના અંત ભાગથી સુર્યગ્રહ લાભ સ્થાનમાં એક માસ માટે ઉચ્ચનો બનીને ભ્રમણ કરશે જે આપને માટે ખુબ જ શુભ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિશ્વાસ કેળવવો જરૂરી છે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રોગ શત્રુ સ્થાનમાં શનિગ્રહનું શુભ ભ્રમણ અને ભાગ્યસ્થાનમાં સુર્યબુધનો આદિત્યયોગ સંપુર્ણ કાર્ય્‌ સફળતાના યોગ આપે છે. નવા કાર્ય્ની શરૂઆત માટે પણ નસીબનો સહકાર મળશે. માત્ર હવે આપની અપેક્ષાની મર્યાદા બાંધવી જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોના પ્રશ્નોથી ચિંતા મળી શકે છે.  આર્થીક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ચૈત્રી નવરાત્રીના શુભ દિવસો અને ગુરૂ સુર્યગ્રહનો અશુભ બંધનયોગ કાર્યોમાં નિષ્ફળતા આપી શકે છે. તેમ છતા માતાજીના આર્શીવાદ અને કર્મસ્થાનની પ્રબળતા યેન કેન પ્રકારે કાર્ય સફળતાના યોગ આપી શકે છે. માત્ર સંતોષી બનવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહી સિક્કાના બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શકય બનશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રમફળદાયી સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ચૈત્રી નવરાત્રીના શુભ દિવસો માતાજીના આર્શિવાદ મેળવવા ખુબ જ આવશ્યક છે. કારણે લોઢાના પાયે પનોતી અને સપ્તાહના અંતભાગથી સુર્યગ્રહનો બંધનયોગ આર્થિક માનસીક અને શારિરીક ત્રણેય રીતે અશુભફળ આપે છે. મિલ્કત અને વરસાઈ કાર્યોમાં નિર્ણય લેવામાં ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને કુળદેવીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચરગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. માત્ર મંગળગ્રહનો બંધનયોગ વાણીવર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવાનું સુચવે છે. ખાસ કરીને મહત્વના કાર્યો અને નિર્ણયો સ્વહસ્તે જ લેવા જરૂરી છે. નહીં તો વિશ્વાસ ઘાત મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્ય્માં આર્થીક વ્યય મળી શકે છે. આપના માટે શુક્રવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહો ઉત્તરો ઉત્તર પ્રગતી આપી શકે છે. માત્ર કાલ્પનીક વિચારો અને ભુતકાળનો ત્યાગ કરવો જરૂરી છે. કારણ કે રાહગ્રહનો અશુભ  બંધનયોગ કાર્ય્માં વિક્ષેપ આપી શકે છે. તેથી એકાગ્રતા કેળવાથી જ લાભ છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના ગોચ રગ્રહોનું ભ્રમણ હજુ સપ્તાહના અંત સુધી સુર્યગ્રહનો અશુભ બંધનયોગ આત્મવિશ્વાસ નિર્બળ કરવાનું કાર્ય કરે છે. અને સાથે શનિગ્રહની પનોતી અને ગુરૂગ્રહનો બંધનયોગ મળે છે. તેથી સંપુર્ણ વર્ષની શક્તિ મેળવવા માટે જ ચૈત્રી નવરાત્રીના શુભ દિવસો મળી  રહ્યા છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં  ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક અને જાહેર જીવનથી પણ ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ચૈત્રી નવરાત્રીના શુભ દિવસોમાં શક્તિની આરાધના અને કાર્યોમાં એકાગ્રતા આ બેજ જગ્યાએ ધ્યાન કેન્દ્રીત કરવાનું સુચવે છે. સમય શક્તિનો સદઉપયોગ નહી કરો તો શનિગ્રહની પનોતીના કપરા સમયમાં સુર્યગ્રહનો અશુભ બંધનયોગ સપ્તાહના મધ્યભાગથી મળી રહ્યો છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને કુળદેવીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ કર્મસ્થાન લાભસ્થાન અને વ્યય સ્થાનની પ્રબળતા આર્થીક માનસિક અને શારીરિક ત્રણેય રીતે શુભ ફળ આપે છે. નવા પરિચયો લાભદાયી રહેશે. વિદેશથી શુભ સમાચાર મળશે. માત્ર જેટલી ધીરજ ધરશો તેટલી સફળતા અને સંતોષ મેળવશો. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ઉતાવળા નિર્ણયો ન કરવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થ્ક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળીશ કે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે.બ હેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના અંતભાગથી સુર્યગ્રહનું ભ્રમણ કાર્યભારમાંથી મુક્તિ આપે છે.ચ ૈત્રી નવરાત્રીની સમાપતી એ જ આપને માતાજીના આર્શિવાદ મળે છે. માત્ર વાણીવર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવશો તો કપરા કાર્યો પણ સરળ બનાવ શકશો મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈર હેશે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુસહસ્ત્ર નમાવાલીના પાઠ વાંચવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.