જાફરાબાદ નગરપાલિકા પાસેથી ઇગ્લીંશ દારૂ સાથે એક ઝડપાયો

762

અમરેલી એલસીબી ઇન્ચાર્જ પો.ઇન્સ.ડી.કે.વાઘેલાની રાહબરી નીચે એલસીબી ટીમ જાફરાબાદ ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બંદર ચોકથી લાઇટ હાઉસ રોડ ઉપર નગરપાલિકાના ગેઇટ પાસે આવતા લાઇટહાઉસ તરફથી એક એકટીવા સવાર આવતા તે શંકાસ્પદ હાલતમાં હોય તેને ઉભુ રખાવી એકટીવા ચેક કરતાં એકટીવાની ડીકીમાંથી ગે.કા. વગર પાસ પરમીટ વાળી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નં.૪ મળી આવતા રણછોડ ઉર્ફે વાસ્તવ જગુભાઇ બારૈયા (ઉ.વ.૩૬), રહે. જાફરાબાદ, કોળીવાડ, મફતનગર પ્લોટ.ની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નં.૪ કિં.રૂા.૨૦૦૦  તેમજ એકટીવા સ્કુટર રજી.નં.જી.જે.૦૧-એમ.ડી.૦૩૪૯ કિં.રૂા.૩૦૦૦૦ મળી કુલ રૂા.૩૨,૦૦૦નો મુદ્દામાલ ઝડપી લઇ ઇસમ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ તળે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી અર્થે જાફરાબાદ ટાઉન પો.સ્ટે.સોંપી આપેલ.

Previous articleબરવાળાના રાણપરી ગામે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી  કરાઈ
Next articleગાંધીગ્રામ-ભાવનગર અને સિંહ