ચેન્નાઇ અને કેકેઆરની વચ્ચે દિલધડક મેચનો તખ્તો તૈયાર

1146

ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે મંગળવારના દિવસે ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે ચેન્નાઇમાં જંગ ખેલાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. પોઇન્ટ ટેબલમાં હવે દિનેશ કાર્તિકના નેતૃત્વમાં કોલકત્તાની ટીમ પ્રથમ સ્થાને પહોંચી ગઇ છે. જ્યારે ચેન્નાઇ સુપર બીજા સ્થાને છે. બંને ટીમો જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. ચેન્નાઇ સુપર અને કોલકત્તા નાઇટ રાઇડર્સે હજુ સુધી રમેલી તેમની મેચો પૈકી પાંચમાંથી ચાર મેચો જીતી છે.  બંને ટીમો વચ્ચે મેચ ખુબ જ રોમાંચક બની શકે છે.  આઇપીએલ-૧૨માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.આઈપીએલની શરૂઆત થયા બાદ હવે રોમાંચક મેચોનો દોર લાંબા સમય સુધી ચાલનાર છે જેથી ક્રિકેટ ચાહકોને એક પછી એક દિલધડક મેચો જોવા મળી રહી છે. ધોની અને દિનેશ કાર્તિક પોતે પણ પોતાની કુશળતાના કારણે મેચો જીતાડી રહ્યા છે. જેથી તેમના  ઉપર  જ ચાહકોની નજર રહેનાર છે.

હજુ સુધી રમાયેલી મેચોમાં પણ ક્રિસ ગેઇલ, ઋષભ પંત, એન્દ્રે રસેલ, ડેવિડ વોર્નર, રસેલ આર્નોડ, મહેન્દ્રસિંહ ધોનીતેમજ  સંજુ સેમસન સહિતના અનેક ખેલાડી ધરખમ બેટિંગ કરી ચુક્યા છે. આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવણ તક છે. કેપ્ટન તરીકે દિનેશ કાર્તિક અને ધોનીની આકરી કસૌટી થનાર છે.

ચેન્નાઇ સુપર : ધોની (કેપ્ટન), આશીફ, બિલિંગ્સ, બિશ્નોઈ, બ્રાવો, ચહર, પ્લેસિસ, ગાયકવાડ, હરભજનસિંહ, ઇમરાન તાહિર, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, જગદીશન, મોનુ કુમાર, લુંગીગીડી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, સેન્ટનર, કર્ણ શર્મા, મોહિત શર્મા, શોરે, ઠાકુર, વિજય, વોટસન, વિલિ

કોલકત્તા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક (કેપ્ટન), બ્રેથવેઇટ, ચાવલા, ડેનલી, ફર્ગુસન, ગુરને, કુલદીપ, લિન, મુંધે, નાગરકોટી, નાયક, નારેન, નોર્ટજે, ક્રિષ્ણા, પૃથ્વિ રાજ, નિતિશ રાણા, રસેલ, માવી, શુભમન ગિલ, રિન્કુ સિંઘ, રોબિન ઉથ્થપા સક્સેના, ઇશાંત, શો, નાથુસિંઘ, ટેવટિયા, વિહાર, જયંત યાદવ

Previous articleટેનિસ રેન્કિંગઃ અંકિતા રૈના ફરી ટોપ-૨૦૦માંથી બહાર
Next articleસેંસેક્સ ૧૬૨ પોઇન્ટ ગગડીને બંધ